અમદાવાદઃ અમેરિકી ટ્રેજરી બિલ ઉપર રોકાણ પ્રતિફળ ઘટવાથી સોનાના ભાવ 1800 ડોલરના સ્તર ઉપર પહોંચી ગયા હતા. આમ સોનામાં તેજીનું વલણ યથાવત રહ્યું હતું. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price today) વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) પણ એક કિલો ચાંદીમાં 200 રૂપિયા (Silver Price today) અને 10 ગ્રામ સોનામાં 100 રૂપિયાનો (Gold Price today) વધારો થયો હતો. (પ્રતિકાત્મક તસવીર)
અમદાવાદમાં ચાંદીના ભાવઃ અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 23 july 2021) આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 68,200 રૂપિયા અને ચાંદી રૂપું 68,000 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, ગુરુવારે ચાંદી ચોરસા 68,000 રૂપિયા અને ચાંદી રૂપું 67,800 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. (પ્રતિકાત્મક તસવીર)
અમદાવાદમાં સોનાના ભાવઃ અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 23 july 2021) આજે શુક્રવારે 10 ગ્રામ સોનામાં 100 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,100 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું. જોકે, ગુરુવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,000 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)
જૂનમાં 92.37 ટકા વધી રત્નો અને આભૂષણની નિકાસઃ ઉલ્લેખનીય છે કે રત્ન અને આભૂષણોની કુલ આયાત જૂન મહિનામાં 92.37 ટકા વધીને 20,851.28 કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું હતું. રત્ન અને આભૂષણ નિકાસ સંવર્ધન પરિષદ પ્રમાણે ગત વર્ષમાં રત્ન અને આભૂષણની આયાત 10,838.93 કરોડ રૂપિયા હતી. આ પ્રકારે જૂનમાં પોલીસ્ડ હીરાની નિકાસ 113.25 ટકા વધીને 14,512.11 કરોડ રૂપિયા ઉપર પહોંચી હતી. (પ્રતિકાત્મક તસવીર)