નવી દિલ્હીઃ આજકાલ લોકો ફરીથી ખેતીની તરફ આકર્ષિત થઈ રહ્યા છે. એવામાં જો તમે પણ ખેતી માટે કોઈ વધારે કમાણીવાળા પાકની શોધ કરી રહ્યા હોવ, તો આજે અમે તમને એક જોરદાર આઈડિયા આપી રહ્યા છીએ. તમે પલાશના ફૂલોની ખેતી કરીને બમ્પર કમાણી કરી શકો છો. આ ફૂલને ઘણા અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. જો કે, આ ફૂલમાં બાકી ફૂલોની જેમ ખૂશ્બુ હોતી નથી, પરંતુ આ ફૂલમાં ઘણાબધા ગુણ મળી આવે છે.
<br />પલાશના ફૂલ તેની સુંદરતાને લઈને ઓળખાય છે. આ ફૂલને ઉત્તરપ્રદેશ રાજ્યના રાજકીય ફૂલ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છએ. તેને પરશા, ઢાક, સૂ, કિશક, સુકા, બ્રહ્મવૃક્ષ અને ફ્લેમ ઓફ ફોરેસ્ટના નામતી પણ ઓળખવામાં આવે છે. આ ફૂલની ખેતી કરીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. આવો જાણીએ, તમે કેવી રીતે તેની ખેતી કરી શકો છો.
ઘણાબઘા ગુણોથી ભરપૂર હોય છે પલાશ - પલાશના ફૂલ દુનિયાભારમાં જૈવિક રંગો માટે પ્રખ્યાત છે. ફૂલ ઉપરાંત તેના બીજ, પત્તા, છાલ, મૂળ, અને લાકડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બનેલું આયુર્વેદિક ચૂરણ અને તેલ પણ સારા ભાવે વેચાય છે. હોળીના રંગ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફૂલ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ, માનિકપુર, બાન્દ્રા, મહોબા અને મધ્યપ્રદેશના બુંદેલખંડમાં મળી આવે છે. જ્યારે ઝારખંડ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ આ ફૂલોની ખેતી કરવામાં આવે છે.
એકવાર છોડ લગાવીને જીવનભર થશે કમાણી - દેશના ઘણા ખેડૂત પલાશના ફૂલોની ખેતી કરીને શાનદાર કમાણી કરી રહ્યા છે. જો કે, ગત કેટલાક વર્ષોમાં આ ફૂલોની ખેતીમાં ઘટાડો થયો છે. એવામાં આ ખેતી કરવા માટે તમારા પાસે જોરદાર તક છે. પલાશના છોડ લગાવ્યાના 3-4 વર્ષમાં જ ફૂલ આવવા લાગે છે. તમે ઈચ્છો તો, 1 એકરમાં 50 હજાર રૂપિયાનો ખર્ચ કરીને પલાશની ખેતી કરી શકો છો. એકવાર છોડ લગાવીને આગામી 30 વર્ષ સુધી તમને કમાણી થતી જ રહે છે.
ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે પલાશ - પલાશના વૃક્ષમાંથી મળનારી દરેક વસ્તુ ગુણોથી ભરપૂર હોય છે અને તેનો ઉપયોગ ઘણા પ્રકારની બીમારીઓ માટે પણ કરવામાં આવે છે. જાણકારો પ્રમાણે, નાક, કાન કે અન્ય કોઈ જગ્યાએ રક્તસ્ત્રાવ થવા પર પલાશની છાલનો ઉકાળો બનાવીને પીવાથી ઘણો લાભ થાય છે. જ્યારે, પલાશનો ગુંદર સાકરમાં ભેળવીને દૂધ કે આમળાના રસ સાથે લેવાથી હાડકા મજબૂત થાય છે.