આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે જોકે આજના બદલાતા સમય અને વાતાવરણ વચ્ચે ફક્ત પરંપરાગત ખેતી પર ટકી રહેવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે ત્યારે કેટલાક ખેડૂતો સમય વર્તે સાવધાન સૂત્રને અપનાવીને ઘણા સમયથી નિતનવા ખેતી પ્રયોગો કરતા થયા છે અથવા તો આધુનિક ખેતી તરફ વળીને લાખો રુપિયા કમાતા થયા છે. આવી જ એક સફળતાની કહાની વિશે આપણે આજે વાત કરવાના છીએ.
ખેડૂત નવીન ચથુબાઈ પહેલાથી ખેતી સાથે સંકળાયેલા હતા. જોકે પોતાની નાની જમીનમાં તેમને એટલી આવક નહોતી થતી ત્યારે તેમણે તાજા પાણીના મોતીની ખેતી માટે ટ્રેનિંગ મેળવી અને પચી પોતાની ઘર પાસે જ બે પાણીની ટેન્ક બનાવી આ ખેતી શરું કરી. ત્યારબાદ પોતાના એક ઓળખીતા મારફત હૈદરાબાદના એક વેપારીને તેઓ અત્યાર સુધીમાં 300થી વધુ મોતી વેચી ચૂક્યા છે અને તગડી કમાણી કરી ચૂક્યા છે.
તેમણે કહ્યું કે પહેલા પોતાના આ બાબતે કોઈ ખ્યાલ નહોતો પરંતુ એકવાર મત્સ્ય ઉદ્યોગ અને રાષ્ટ્રીય જળ પરિવહન વિભાગના મંત્રી એસ. અગારાના એક પ્રવચન દરમિયાન તેને આ બાબતે જાણવા મળ્યું પછી તેણે મોતીની ખેતી કરવાનું નક્કી કર્યું. મંત્રીએ જુદી જુદી યોજનાઓ અંગે વાત કરી હતી જે પછી મે ગાંધી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તાલીમ લીધી અને જાણકારી મેળવી.
તેમણે જણાવ્યું કે મોતીની ખેતી કેટલાક પ્રમાણમાં વૈજ્ઞાનિક જ્ઞાન પણ જરુરી છે. કારણ કે આ ખેતી દરમિયાન તમારે દર સપ્તાહમાં પાણીની ટેન્ક સાફ કરવાની હોય છે સાથે સાથે છીપને સૂર્યના સીધા તાપથી બચાવવાનો પણ હોય છે. તો છીપની પણ પૂરતી સંભાળ લેવી પડે છે ત્યારે છીપ તમને 12 મહિને પ્રત્યેક છીપ મુજબ 1થી 2 મોતી પ્રોડક્ટના સ્વરુપમાં આપે છે.