Home » photogallery » બિઝનેસ » કેટલાય ખેડૂતોએ કરી આ ખેતીની શરૂઆત, ત્રણ મહિનામાં જ થઈ જાય છે લાખોની કમાણી

કેટલાય ખેડૂતોએ કરી આ ખેતીની શરૂઆત, ત્રણ મહિનામાં જ થઈ જાય છે લાખોની કમાણી

મેન્થાનો ઉપયોગ દવાથી લઈને સોંદર્ય પ્રસાધનો અને ખાવા-પીવાની વસ્તુઓમાં ઉપયોગના કારણે તેની માંગ સતત વધતી જઈ રહી છે. એવામાં તેની ખેતી કરીને ખેડૂતો પોતાની આવક વધારી શકે છે.

  • 16

    કેટલાય ખેડૂતોએ કરી આ ખેતીની શરૂઆત, ત્રણ મહિનામાં જ થઈ જાય છે લાખોની કમાણી

    નવી દિલ્હીઃ દેશના ઘણા ખેડૂતો આજે પણ પરંપરાગત પાકોની ખેતી કરી રહ્યા છે. એવામાં પરંપરાગત પાકોથી હટીને બજારની માંગ અનુસાર, કંઈ નવુ કરીને ખેડૂતો તેમની આવક બમણી કરી શકે છે. મેન્થા એક રોકડિયો પાક છે. દેશ અને વિદેશમાં તેના તેલની ભારે માંગ છે. મેન્થાનો ઉપયોગ દવાથી લઈને સોંદર્ય પ્રસાધનો અને ખાવા-પીવાની વસ્તુઓમાં ઉપયોગના કારણે તેની માંગ સતત વધતી જઈ રહી છે. એવામાં તેની ખેતી કરીને ખેડૂતો પોતાની આવક વધારી શકે છે.

    MORE
    GALLERIES

  • 26

    કેટલાય ખેડૂતોએ કરી આ ખેતીની શરૂઆત, ત્રણ મહિનામાં જ થઈ જાય છે લાખોની કમાણી

    ICAR ના પ્રમાણે, મેન્થાની ખેતી લગભગ બધા જ પ્રકારની જમીનમાં કરી શકાય છે. સારી ઉપજ માટે પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થ, સારી ડ્રેનેજ, રેતાળ લોન અને પીએચ મૂલ્ય 6-7.5 વાળી મટિયારી લોમ જમીન તેની ખેતી માટે યોગ્ય માનવામાં આવતી નથી. આ પ્રકારની જમીનમાં મૂળનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી.

    MORE
    GALLERIES

  • 36

    કેટલાય ખેડૂતોએ કરી આ ખેતીની શરૂઆત, ત્રણ મહિનામાં જ થઈ જાય છે લાખોની કમાણી

    મેન્થાની વાવણી કરતા પહેલા ખેતરને સારી રીતે તૈયાર કરવા માટે માટી પલટાવનારા હળથી 2થી 3 વાર ઊંડી ખેડ કરતા પહેલા 10થી 20 ટન સારી રીતે સડેલું છાણ ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું જોઈએ. ઉંધઈથી બચવા માટે લીમડાની કેકને 10 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરના દરે જમીનમાં ભેળવવામાં આવે છે. ખેતર તૈયાર થઈ ગયા પછી, ખેતરને નાની-નાની ક્યારિયોમાં વહેંચી દેવુ જોઈએ. તેનાથી સિંચાઈ ખર્ચ તેમજ સકર્સમાં કપાત થાય છે.

    MORE
    GALLERIES

  • 46

    કેટલાય ખેડૂતોએ કરી આ ખેતીની શરૂઆત, ત્રણ મહિનામાં જ થઈ જાય છે લાખોની કમાણી

    મેન્થાની વાવણી માટે શિયાળાના અંતથી લઈને ઉનાળાની શરૂઆતના મોસમને યોગ્ય માનવામાં આવે છે. ભારતમાં મઘ્ય જાન્યુઆરીથી મઘ્ય ફેબ્રુઆરી સુધીનો સમય મેન્થાની વાવણી માટે યોગ્ય છે. જ્યાં રોકડિયા પાકોની ખેતી કરવામાં આવે છે, તેની લણણી પછી 30 માર્ચ સુધી જાપાની ફુદીનાનું વાવેતર પણ કરી શકાય છે. મેન્થાની ત્રણ મુક્ય પ્રજાતિઓ છે- જાપાની સ્પિયરમિન્ટ, પહાડી સ્પિયરિમન્ય અને વિલાયતી સ્પિયરમિન્ટ.

    MORE
    GALLERIES

  • 56

    કેટલાય ખેડૂતોએ કરી આ ખેતીની શરૂઆત, ત્રણ મહિનામાં જ થઈ જાય છે લાખોની કમાણી

    રુવાંટીવાળું કેટરપિલર - તે પત્તાઓની નીચલી સપાટી પર રહીને પાંદડાને ખાય છે. જેનાથી તેલની માત્રમાં ઘટી જાય છે. આ જંતુથી પાકની સુરક્ષી માટે ડાઈક્લોરવેસ 500 મિલી કે ફેનવેલરેટ 750 મિલી પ્રતિ હેક્ટરના દરથી 600-700 લીટર પાણીમાં મળાવીને છંટકાવ કરી દેવો જોઈએ. લીફ રેપર જંતુ- તેની રોકથાન માટે મોનોક્રોટોફોસ 36 ઈસી 1.0 લીટર પ્રતિ હેક્ટરના દરથી 600-700 લીટર પાણીમાં મળાવીને છંટકાવ કરવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 66

    કેટલાય ખેડૂતોએ કરી આ ખેતીની શરૂઆત, ત્રણ મહિનામાં જ થઈ જાય છે લાખોની કમાણી

    મેન્થાના પાકની લણણી 2 વાર કરવામાં આવે છે. પહેલા લણણીના લગભગ 100-120 દિવસો પછી અને બીજી લણણી, પહેલા લણણીના લગભગ 70-80 દિવસ પછી કરવી જોઈએ. જમીનની સપાટીથી 4-5 સેમીની ઊચાઈએ છોડને કાપવા જોઈએ. કાપણી પછી છોડને 2થી 3 કલાક સુધી તડકામાં રાખવા જોઈએ. ત્યારબાદ છાંયડામાં સુકાવીને નિસ્યંદન પદ્ધતિ દ્વારા તેલ કાઢવામાં આવે છે. તેનાથી પ્રતિ હેક્ટર લગભગ 125-150 કિગ્રા તેલ મળે છે.

    MORE
    GALLERIES