જો તમે ખેતીના જ સહારે સારી કમાણી કરવા માગો છો તો આજે અમે તમને તેના વિશે વિશેષ માહિતી આપીશું. ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે તે પારંપરિક ખેતીને બદલે કંઈક અલગ કરવા માગતા હોય છે. આજે આપણે રબરની ખેતી વિશે વાત કરીશું. દેશના ખેડૂતો આ ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે. રબર ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ચોથા સ્થાન પર છે. તેમજ ભારતથી રબરની નિકાસ પણ કરવામાં આવે છે.
ભારતના ઘણા રાજ્યોમાં રબરની ખેતી કરવામાં આવે છે. જેમાં કેરળ, ત્રિપુરા, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. અહીં પ્રાકૃતિક રબરની ખેતી કરવામાં આવે છે. અહીંથી જર્મની, બ્રાઝીલ, અમેરિકા, ઇટલી, તુર્કી, બેલ્જીયમ, ચીન, મિશ્ર, નેધરલેન્ડ, મલેશિયા, પાકિસ્તાન, સ્વીડન, નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોમાં મોકલવામાં આવે છે.
વાતાવરણ: રબરની ખેતી માટે લાલ માટી વધુ સારી માનવામાં આવે છે. માટીનું ph લેવલ 4.5 થી 6.0 વચ્ચે હોવું જોઈએ. રોપણી કરવા માટેનો સમય જૂન-જુલાઈ છે. રબરના છોડને વધુ પાણીની જરૂરિયાત હોય છે. જો એ ન આપવામાં આવે તો છોડ નબળો પડી જશે. તેમાં વધુ પ્રમાણમાં સિંચાઇની જરૂરિયાત રહે છે. ખેતી માટે વધુ પ્રકાશ અને ભેજ વાળી જમીનની જરૂરિયાત રહે છે.
રબર પ્રોસેસ: રબરના વ્રક્ષમાંથી મળનારા લેટેક્સને સૂકવવામાં આવે છે. જેમાંથી રબર સીટ અને બીજા પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. રબર સહિતનો ઉપયોગ ટાયર, ટ્યુબ સિવાય ઘણી જગ્યાએ કરવામાં આવે છે. જેમાં શોલ, એન્જીનની સીલ, બોલ, ઈલાસ્ટીક બેન્ડ, ઇલેક્ટ્રિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. એટલેકે લેટેક્સને ઘણી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. આ રીતે તમે રબરની ખેતી કરીને સારી એવી કમાણી કરી શકો છો.