દરેક નોકરિયાત વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાનો કોઇ બિઝનેસ (Start Business) શરૂ કરે અને સારી કમાણી કરીને સેટલ કરિયર બનાવી શકે. બિઝનેસ કરવા માટે ઘણા વિકલ્પો (Business Idea) ઉપલબ્ધ છે. પરંતુ તમે ખેતી દ્વારા પણ લાખોની કમાણી કરી શકો છો. આજકાલ પરંપરાગત ખેતીથી અલગ પ્રકારના પાકો અને ઉત્પાદનોની ખેતી કરવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છો.
કઇ રીતે કરી શકો છો કમાણી - મીડિયા રીપોર્ટનું માનીએ તો ગુલખેરા 10,000 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી વેચાય જાય છે. એક વીઘામાં 5 ક્વિંટલ ગુલખેરા નીકળે છે એટલે કે તમે એક વીઘામાંથી સરળતાથી 50,000-60,000 રૂપિયા કમાઇ શકો છો. આ છોડની ખાસિયત તે છે કે એક વખત તેનું વાવેતર કર્યા પછી ફરીથી તમારે માર્કેટમાંથી બિયારણ લેવાની જરૂર પડતી નથી. તેનું વાવેતર નવેમ્બર મહિનામાં કરવામાં આવે છે અને આ પાક એપ્રિલ-મે મહિનામાં તૈયાર થઇ જાય છે. પાક તૈયાર થયા બાદ એપ્રિલ-મે માસમાં છોડના પાંદડા એને ડાળીઓ સુકાઇને ખેતરમાં નીચે પડી જાય છે. જેને એકત્રિત કરી લેવામાં આવે છે.
ક્યાં થાય છે ગુલખેરાની ખેતી? - ગુલખેરાની ખેતી સૌથી વધુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં કરવામાં આવે છે. જોકે, હવે ધીમે ધીમે ભારતમાં પણ આ છોડની ખેતી થવા લાગી છે. ઉત્તર પ્રદેશના ઘણા જીલ્લાઓમાં ખેડૂતો ગુલખેરાનો પાક તૈયાર કરે છે. કન્નોજ, હરદોઇ, ઉન્નાવ જેવા જીલ્લાઓના ખેડૂતો આ ખેતી કરી રહ્યા છે અને વર્ષે લાખોની કમાણી પણ કરે છે.