Home » photogallery » બિઝનેસ » બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

Business Ideas for Farmer: આજે દરેક લોકો અને ખાસ કરીને ખેડૂતો કમાણી નિતનવા રસ્તા શોધતા હોય છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સુવર અથવા તો ડુક્કરનું પાલન કરીને તમે ખૂબ જ તગડી કમાણી કરી શકો છો.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 19

    બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

    Business Ideas: હાલના સમયમાં ડુક્કર ઉછેર રોજગાર અને કમાણી માટે એક સારો વિકલ્પ બની રહ્યું છે. આ કામ દ્વારા લોકો હવે સારી કમાણી પણ કરી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 29

    બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

    આ અંગેનું સૌથી ઉત્તમ ઉદાહરણ ઉત્તર પ્રદેશના અલ્હાબાદના નાગેન્દ્ર પ્રતાપ સિંહ છે. એગ્રીકલ્ચર ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ નાગેન્દ્રએ ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગ લીધા બાદ ડુક્કર ઉછેરનુ કામ શરૂ કર્યું.

    MORE
    GALLERIES

  • 39

    બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

    આજે તે આ કામમાંથી ન માત્ર સારી કમાણી કરી રહ્યાં છે, પરંતુ અન્ય લોકોને ડુક્કર ઉછેરની તાલીમ પણ આપી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 49

    બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

    આ રીતે મળ્યો બિઝનેસ આઈડિયાઃ નાગેન્દ્રનું કહેવું છે કે એગ્રીકલ્ચર ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તે પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હતા. તેથી તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૌશામ્બી, ઉત્તર પ્રદેશ દ્વારા એગ્રી-ક્લીનિક અને એગ્રી-બિઝનેસ સેન્ટર યોજના હેઠળ આયોજિત ટ્રેનિંગ પ્રોગ્રામ જોઈન કર્યો.

    MORE
    GALLERIES

  • 59

    બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

    આ 6 દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન ડુક્કર પાળવા અંગેની ટ્રેનિંગ તેમણે લીધી. ટ્રેનિંગ પૂરી થયા પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એક્સ્ટેંશન મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર તેમણે ડુક્કર ઉછેર કરવાનું શરૂ કર્યું.

    MORE
    GALLERIES

  • 69

    બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

    રૂ. 30 હજારથી શરૂ કર્યું આ કામઃ નાગેન્દ્રએ પોતાની બચતમાંથી રૂ. 30,000 ના રોકાણ સાથે ડુક્કર ઉછેર શરૂ કર્યું. તેમણે યોર્કશાયર પ્રજાતિના 10 નાના ડુક્કર જેમાં 2 નર અને 8 માદા ખરીદ્યા. આ બાદ તેમણે પોતાના ઘરની પાછળ 700 ચોરસ ફૂટની પૈતૃક જમીનમાં એક વર્ષ સુધી ડુક્કર પાળ્યા અને તેમનો ઉછેર કર્યો.

    MORE
    GALLERIES

  • 79

    બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

    તેમનું કહેવું છે કે આ કામમાં સૌથી મોટી સમસ્યા ખોરાકની હતી. આ માટે તેમણે શહેરની નાની-મોટી રેસ્ટોરન્ટનો સંપર્ક કર્યો અને તેમને તેમનો બધો બગડેલો અને બચેલો ખોરાક પોતાને આપવા વિનંતી કરી. એક વર્ષ પછી, તેમણે ડુક્કરોને જથ્થાબંધ અને છૂટક વેપારીઓને વેચ્યા, નાગેન્દ્રએ જણાવ્યું કે આવું કરવાથી તેને રુ. 50,000ની કમાણી થઈ છે.

    MORE
    GALLERIES

  • 89

    બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

    રુ.16 લાખથી વધુનું બિઝનેસ ટર્નઓવરઃ આમ તે ડુક્કર વેચીને એટલા રુપિયા મળ્યા કે તેમને નવાઈ લાગી. ત્યારબાદ તેણે તેના નફાથી વધુ ડુક્કર ખરીદ્યા. હાલમાં તેઓ 60 બચ્ચાઓ સાથે પિગ ફાર્મ ચલાવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 99

    બસ 6 દિવસની ટ્રેનિંગ અને 30 હજારનું રોકાણ આટલામાં તો 16 લાખ કમાઈ ગયો આ ખેડૂત

    તેમનું આ પિગ ફાર્મ બેરોજગાર ગ્રામીણ યુવાનો માટે તાલીમ કેન્દ્ર બની ગયું છે. તેમની ફર્મ સિંહ પિગ ફાર્મનું વાર્ષિક ટર્નઓવર રૂ. 16 લાખને પાર કરી ગયું છે. તેમની સાથે 7 ગામના 500થી વધુ ખેડૂતો પણ આ કામમાં જોડાયેલા છે.

    MORE
    GALLERIES