મૂળાનું વજન પાંચ કિલો કેમ હતું? - કોલેવાડીના ખેડૂત જ્ઞાનદેવ નેટકેએ ખેતરમાં મૂળાનું વજન કેવી રીતે વધી ગયું, તે જાણવા જેવું છે. મૂળો લગાવ્યા પછી તેમણે જૈવિક ખાતરનો ઉપયોગ કર્યો હતો. છાણ સિવાય 10-26-26 અને સુપરફોસ્ફેટ ખાતર તરીકે વાપર્યું હતું. આ સાથે જ સમયાંતરે પાણી આપવામાં આવતું હતું. ત્યારે ખેડૂત નેટકેએ જણાવ્યું હતું કે, આ કારણથી જ મૂળાનું વજન પાંચ કિલો કરતાં વધારે છે.