Home » photogallery » બિઝનેસ » આ લીલા સોનાની ખેતી કરીને લાખો કમાઈ શકે છે ખેડૂતો, ખેતીથી લઈને જમીન માટેની A to Z માહિતી

આ લીલા સોનાની ખેતી કરીને લાખો કમાઈ શકે છે ખેડૂતો, ખેતીથી લઈને જમીન માટેની A to Z માહિતી

Pears Fruit Farming: અત્યારના સમયમાં ખેડૂતો પોતપોતાની રીતે કંઈક વિશેષ ખેતી કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ તેઓ પોતાની આવકમાં વધારો શોધી રહ્યા છે. ખેડૂતોમાં દિવસેને દિવસે વધતા શિક્ષણને લીધે આજકાલ તેઓ ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ, અન્ય વિદેશ અને સ્વદેશી વિશેષ બિયારણનો ઉપયોગ કરી રહ્યા છે.

विज्ञापन

  • 16

    આ લીલા સોનાની ખેતી કરીને લાખો કમાઈ શકે છે ખેડૂતો, ખેતીથી લઈને જમીન માટેની A to Z માહિતી

    આજે અમે તમને નાસપતિની ખેતી વિષે વાત કરી રહ્યા છીએ. આ ફળ ખાવાના ઘણા ફાયદા પણ છે. કારણકે, તેમાં ફાયબર અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જેને લઈને શારીરિક સ્વાસ્થ્ય પર ખુબ સારો પ્રભાવ રહે છે અને જરૂરી પોષકતત્ત્વ ભરપૂર માત્રામાં રહે છે.

    MORE
    GALLERIES

  • 26

    આ લીલા સોનાની ખેતી કરીને લાખો કમાઈ શકે છે ખેડૂતો, ખેતીથી લઈને જમીન માટેની A to Z માહિતી

    આ ફળની ખેતી ગરમ ભેજવાળા ઉષ્ણકટિબંધીય મેદાનોથી શુષ્ક સમશીતોષ્ણ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં થાય છે. ફળોના ઉચ્ચ ઉત્પાદન માટેનું અનુકૂળ તાપમાન 10 થી 25 ડી.સે. રહે છે. ખેતી માટેની જમીન મધ્યમ ટેક્ષ્ચર રેતાળ લોમ અને ઊંડી જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે. જમીનનું pH મૂલ્ય 7 થી 8.5 ની વચ્ચે હોવું જોઈએ. ભારતમાં નાસપતી ઉગાડતા મુખ્ય રાજ્યો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ છે.

    MORE
    GALLERIES

  • 36

    આ લીલા સોનાની ખેતી કરીને લાખો કમાઈ શકે છે ખેડૂતો, ખેતીથી લઈને જમીન માટેની A to Z માહિતી

    ખેતર તૈયાર કરવા માટે 2 થી 3 વાર માટી ફેરવતા હળ અથવા કલ્ટિવેટરની મદદથી ખેતરને ઊંડું ખેડવું. પાણી છોડીને તોડો સમય રાખીદો. ત્યારબાદ રોટાવેટરની મદદ્થી ખેતરમાં 2 થી 3 વાર ખેડાણ કરી જમીનને ઢીલી કરવી.

    MORE
    GALLERIES

  • 46

    આ લીલા સોનાની ખેતી કરીને લાખો કમાઈ શકે છે ખેડૂતો, ખેતીથી લઈને જમીન માટેની A to Z માહિતી

    છોડની રોપણી અને સિંચાઈ માટે બે છોડ વચ્ચે 8*4 નું અંતર રાખવાનું રહેશે. જમીનનું વ્યવસ્થિત લેવલ કરો જેથી પાણી સરળતાથી નીકળી શકે. ઉનાળામાં 5 થી 7 દિવસ અને શિયાળામાં 15 દિવસના અંતરે પિયત આપવાનું રહેશે.

    MORE
    GALLERIES

  • 56

    આ લીલા સોનાની ખેતી કરીને લાખો કમાઈ શકે છે ખેડૂતો, ખેતીથી લઈને જમીન માટેની A to Z માહિતી

    નાસપતીની ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે વર્મી કમ્પોસ્ટ અથવા સારી રીતે સડેલું ગાયના છાણ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ સમયાંતરે નિંદામણ કરવું એટલૂજ જરૂરી છે. સારી ગુણવત્તાના ફળ માટે કાપણી પણ કરવામાં આવે છે. જેમાં રોગગ્રસ્ત, નાશ પામેલી, તૂટેલી અને નબળી ડાળીઓ કાપીને ઝાડમાંથી અલગ કરવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 66

    આ લીલા સોનાની ખેતી કરીને લાખો કમાઈ શકે છે ખેડૂતો, ખેતીથી લઈને જમીન માટેની A to Z માહિતી

    નાસપતિની નવી જાતોમાં લેક્સટન સુપર્બ, થમ્બ નાસપતી, શિન્સુઇ, કોસુઇ, સેન્સેકી, અર્લી ચાઇના, કાશ્મીરી નાસપતી અને ડિયાન ડાયોકોમિસ વગેરે મુખ્ય છે. નાસપતિ સાથે રવી સિઝનમાં ઘઉં, ચણા, બટાટા, વટાણા, બરબત્તી, ડુંગળી, તળ, ઘઉં, હળદર, આદુ અને શાકભાજીનું વાવેતર કરી શકાય છે. નાસપતીના વાવેતરમાં ફળ ન આવે ત્યાં સુધી અડદ, મગ અને રેપસીડ જેવા પાકની ખેતી કરી શકાય છે.

    MORE
    GALLERIES