Aarti Machhi, Bharuch : ભારતના મુગટ સમા જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઉગતી નોલખોલ એટલે કે, ગાંઠ કોબીજનું બિયારણ લાવી ભરૂચમાં સૌ પ્રથમ વાવેતર કરવામાં આવ્યું છે. ગાંઠ કોબીજ ઉત્તર-યુરોપિયન મુળની શાકભાજી છે. ગંઠકોબી દક્ષિણ એશિયાના વિવિધ દેશો સહિત સમગ્ર વિશ્વમાં તેનું વાવેતર ક્ષેત્ર દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. નોલખોલનો ભારતના ઉત્તરિય રાજ્ય કાશ્મીરમાં ખૂબ જ વ્યાપક પણે ઉપયોગમાં લેવાય છે. નોલખોલએ શિયાળા જેવી ઠંડી ઋતુમાં થતુ શાકભાજી છે.