

નવી દિલ્હીઃ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા વંદે ભારત મિશન (Vande Bharat Mission) પર હવે યૂએઈ (United Arab Emirates)એ વાંધો ઉઠાવ્યો છે. UAEએ આ મિશનને ભેદભાવપૂર્ણ કરાર કર્યું છે. આ પહેલા અમેરિકા પણ આવી જ આપત્તિ નોંધાવી ચૂક્યું છે.


થોડા દિવસો પહેલા અમેરિકાએ કહ્યું હતું કે એર ઈન્ડિયા વંદે ભારત મિશન હેઠળ પોતે ઉડાન ભરી રહ્યું છે, પરંતુ અમેરિકન એરલાઇન કંપનીઓના ચાર્ટર્ડ પ્લેનોને ભારત-અમેરિકા રૂટ પર પરિચાલનની મંજૂરી નથી આપવામાં આવી રહી. અમેરિકાએ 22 જુલાઈથી વંદે ભારત મિશન હેઠળ ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે UAEએ પણ કંઈક આવો જ આરોપ લગાવતાં એર ઈન્ડિયાની ઉડાનો પર રોક લગાવી દીધી છે.


UAEએ શું કહ્યું? - મીડિયા રિપોર્ટ્સ મુજબ, UAEએ એર ઈન્ડિયાની તમામ ફ્લાઇટને પ્રતિબંધિત કરી દીધી છે. ત્યાં સુધી કે એ ફ્લાઇટોને પણ જેમાં UAEના નાગરિક ભારતથી પોતાના દેશ જવાના હતા. UAE તરફથી કહેવામાં આવ્યું છે કે વંદે ભારત મિશન હેઠળ અહીં આવવા માટે દરેક વ્યક્તિને નવી દિલ્હી સ્થિત એમ્બસીથી સ્વીકૃતિ લેવી પડશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં એર ઈન્ડિયા UAE સરકાર પાસેથી ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે ઈન્ડિયા-યૂએઈ રૂટ પર ઉડાનોની મંજૂરી માંગી રહી છે. વંદે ભારત મિશનની શરૂઆત 6 મેના રોજ થઇ હતી.


અમેરિકાએ શું કહ્યું હતું? - અમેરિકાના પરિવહન વિભાગ (DOT)ના ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે એર ઈન્ડીયાના કોઈ પણ ચાર્ટર્ડ પ્લેનને ભારત-અમેરિકા રૂટ પર 22 જુલાઈથી ત્યાં સુધી ઉડાનની મંજૂરી નહીં આપવામાં આવે જ્યાં સુધી વિભાગ ખાસ રીતે તેની મંજૂરી નથી આપતું.


DOTએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ આ પગલું ઉઠાવી રહ્યા છે કારણ કે ભારત સરકારે અમેરિકન એરલાઇન્સના પરિચાલન અધિકારોમાં અડચણ ઊભી કરી છે અને તેઓ અમેરિકન એરલાઇન્સ સાથે ભેદભાવપૂર્ણ અને પ્રતિબંધાત્મક વલણ અપનાવી રહ્યા છે.