Home » photogallery » બિઝનેસ » Walmart-Flipkart ડીલ: આ સામાન માટે ચુકવવા પડશે ઓછા પૈસા

Walmart-Flipkart ડીલ: આ સામાન માટે ચુકવવા પડશે ઓછા પૈસા

  • 14

    Walmart-Flipkart ડીલ: આ સામાન માટે ચુકવવા પડશે ઓછા પૈસા

    વોલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટને ખરીદી લીધા બાદ ભારતના ખેડૂત અને મેન્યુફેક્ચર્સને કેટલો ફાયદો થશે, તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે. એક્સપર્ટનું માનીએ તો ગ્રાહકોને મોટો ફાયદો થશે. માનમવામાં આવી રહ્યું છે કે, સામાન્ય માણસને રોજની જરૂરિયાતની ચીજવસ્તુઓ ઓછા ભાવે મળશે. સા થે વધારે વેરાયટી પણ મળશે.

    MORE
    GALLERIES

  • 24

    Walmart-Flipkart ડીલ: આ સામાન માટે ચુકવવા પડશે ઓછા પૈસા

    ગ્રાહકોના મામલાના જાણકાર ચીફ સ્ટ્રેટજી ઓફિસર યતીશ રજાવતે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું કે, વોલમાર્ટના આવવાથી ભારતીય રિટેલ સેક્ટરમાં પણ એક બુસ્ટ મળશે. વોલમાર્ટના આવવાથી ગ્રાહકોને હવે ઓછા ભાવમાં વસ્તુ મળી રહેશે.

    MORE
    GALLERIES

  • 34

    Walmart-Flipkart ડીલ: આ સામાન માટે ચુકવવા પડશે ઓછા પૈસા

    આ સામાન પર ઓછા પૈસા ચુકવવા પડશે - યતીશ રાજવતના જણાવ્યા અનુસાર, વોલમાર્ટની એન્ટ્રીના કારણે, કરિયાણા આઈટમના ભાવ ઘટી શકે છે, કારણ કે, વોલમાર્ટ લાંબા સમયથી ભારતમાં ગ્રોસરી સામાન વેંચી રહ્યું છે. જેથી તેની પાસે પહેલાથી જ સપ્લાયર્સ છે અને જ્યારે અમેજોને એક વર્ષછી જ ગ્રોસરી આઈટમ વેંચવાનું શરૂ કર્યું છે.

    MORE
    GALLERIES

  • 44

    Walmart-Flipkart ડીલ: આ સામાન માટે ચુકવવા પડશે ઓછા પૈસા

    વોલમાર્ટ ચાર વર્ષ પહેલા ભારતીની સાથે ભારતીય બજારમાં ઉતરી હતી, પરંતુ ત્યારે તેણે પોતાને કેશ એન્ડ કેરી જથ્થાબંધ બિઝનેસ સુધી જ સિમિત રાખ્યો હતો. આવું તેણે પોતાની મરજીથી નથી કર્યું, પરંતુ વિદેશી રોકાણને કારણે લાગેલ ભારત સરકારના પ્રતિબંધના કારણે કર્યું હતું. અત્યારે ભારતમાં વોલમાર્ટના 21 સ્ટોર છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં વોલમાર્ટે ભારતી એંટરપ્રાઈઝ માટે વર્ષ 2008માં ગઠબંધન સાથે બિઝનેસમાં એન્ટ્રી કરી હતી. પરંતુ 6 વર્ષ બાદ એટલે કે 2017માં બંને કંપનીઓ ગઠબંધનથી અલગ તઈ ગઈ. અમેરિકાની મોટી રિટેલ કંપની વોલમાર્ટે આના માટે લગભગ 2,022 કરોડ રૂપિયા ચુકવ્યા હતા.

    MORE
    GALLERIES