આ સાથે જ બજાર બંધ થયા બાદ અદાણી ગ્રુપ વિશે બે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેની અસર આજે બજારમાં તેના શેર્સ પર જોવા મળી શકે છે. એક તો અદાણી ગ્રુપને મોટી લોન મળી છે જે સાથે ગ્રુપની ક્રેડેબિલિટી ફરી સ્થાપિત થઈ શકે છે તો બીજી તરફ આ જે સુપ્રીમ કોર્ટ અદાણી ગ્રુપ વિશે હિડનબર્ગના અહેવાલને લઈને દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટ 2 માર્ચે હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓની સુનાવણી કરશે. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. CJIની આગેવાની હેઠળની બેંચ સવારે 10.30 વાગ્યે આ મામલે ચુકાદો સંભળાવશે. આ નિર્ણય રોકાણકારોની સુરક્ષા માટેના નિયમનકારી તંત્ર સાથે સંબંધિત હશે. જેમાં સુપ્રીમ કોર્ટ સમિતિની રચનાના મુદ્દે ચુકાદો આપી શકે છે. સુપ્રીમ કોર્ટ અદાણી કેસને લઈને દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓ પર પણ સુનાવણી કરશે.
અદાણી ગ્રુપના શેરમાં રિકવરી: અદાણી ગ્રુપમાં આજે રિકવરી જોવા મળી હતી. NSE પર ગ્રુપના તમામ શેરમાં 2 થી 14 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ આજે 14 ટકાથી વધુ વધીને બંધ રહ્યો હતો. બીજી તરફ અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી ટોટલ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલ્મરમાં 5-5 ટકાની ઉપલી સર્કિટ છે. ACC અને અંબુજા સિમેન્ટમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે.