સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પાસેથી એક મીડિયા અહેવાલ અંગે સ્પષ્ટતા માંગી છે જેમાં પ્રશ્ન ઊભો થયો હતો કે શું અદાણી જૂથે ખરેખર $2.15 બિલિયનની લોન ચૂકવી છે કે કેમ? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે સ્ટોક એક્સચેન્જ NSE અને BSEએ આજે અદાણી ગ્રુપ પાસેથી ખુલાસો માંગ્યો છે.
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જૂથની પ્રિપેમેન્ટની જાહેરાત બાદ બેંકોએ માત્ર અદાણી પોર્ટ્સના પ્લેજ કરેલા શેરો જ જાહેર કર્યા છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે, લોનની જાહેરાત થયાના એક મહિના પછી પણ બેંક દ્વારા અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના પ્લેજ કરેલા શેરો બહાર પાડવામાં આવ્યા ન હતા. અહેવાલ અનુસાર "આ અસામાન્ય છે કારણ કે ગીરવે મૂકેલા શેર સામાન્ય રીતે ઉધાર લેનાર તેની લોન ચૂકવે તે પછી તરત જ બહાર પાડવામાં આવે છે."