ભારત સરકાંર (Govt. of India) પોતાના નાગરિકોને તેમના આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક (Aadhaar-Ration Card Link) કરવાની તક આપી રહી છે. આમ કરવાથી છેતરપિંડીના કિસ્સાઓ (Fraud Cases) અને અન્ય મુદ્દાઓની સાથે સાથે ઘર માટે એક કરતા વધારે રેશનકાર્ડના કિસ્સાઓને રોકવામાં મદદ મળશે. જાહેર વિતરણ પ્રણાલી (PDS) કેન્દ્રોમાંથી ચોખા, ઘઉં અને અન્ય ચીજવસ્તુઓ જેવી મફત અથવા સબસિડીયુક્ત રાશન મેળવવા માટે ભારતીય નાગરિકો માટે રેશનકાર્ડ એ ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023થી વધારીને 30 જૂન 2023 (Aadhaar-Ration Card Linking Last Date) કરવામાં આવી છે.
ભ્રષ્ટાચારને રોકવા એક પગલું -રેશનકાર્ડને આધાર સાથે લિંક કર્યા બાદ ભ્રષ્ટાચાર અને અનિયમિતતા પર લગામ લગાવી શકાય છે. સરકારની આ પહેલથી પરપ્રાંતિયોને મોટો ફાયદો થશે. જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અસ્થાયી કાર્યસ્થળ પર રેશનથી વંચિત રહે છે. આ બંને લિંક થવાથી દેશની આવી જનતા ગમે ત્યાંથી રાશનનો લાભ લઈ શકશે. સરકારે જાહેરાત કરી છે કે આ વર્ષે પણ એટલે કે 2023માં રેશનકાર્ડ ધારકોને મફત રાશનનો લાભ મળતો રહેશે. પરંતુ જોવામાં આવી રહ્યું છે કે ઘણા અયોગ્ય લોકો મફત રાશનનો લાભ લઈ રહ્યા છે, આ લોકો પર મોટી કાર્યવાહી પણ આધારને રાશન કાર્ડ સાથે ઓનલાઈન લિંક કરી શકે છે.