Home » photogallery » બિઝનેસ » માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

Diwali Picks: વિભિન્ન જાણીતા નિષ્ણાતોએ બ્રોકરેજ ફર્મ સાથે જોડાયેલા આ દિવાળીથી આવતી દિવાળી સુધી બમ્પર વળતર આપનારા 8 શેરમાં ખરીદીની સલાહ આપી.

विज्ञापन

  • 110

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    તમારા જીવનને રોશન કરવા ખુશિયોની સોગાત લઈને દિવાળી ફરીથી આવી ગઈ છે. દરેક જગ્યાએ ઉત્સવનો માહોલ છે. દિવાળી માટે દીવડાઓ સજાવવા લાગ્યા છે, રંગોળીના રંગો વિખરવા લાગ્યા છે. દરેકના ચેહરા પર નવી શરૂઆતનો આનંદ દેખાઈ રહ્યો છે. દિવાળીના અવસરે ભારતીય બજારોમાં ખુશીનો માહોલ છે. બજાર નવી ઊંચાઈઓ મેળવવા માટે તત્પર દેખાઈ રહ્યુ છે. ભારતીય બજારમાં વૈશ્વિક ચિંતાઓને લઈને એકદમ ચિંતામુક્ત છે. ગત દિવાળીથી જોઈએ તો ઈન્ડેક્સ ભલે ફ્લેટ રહ્યો હોય, પરંતુ ધણા શેર છે જેણે શાનદાર કમાણી કરાવી છે.

    MORE
    GALLERIES

  • 210

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    એવામાં રોકાણકારોને આગામી દિવાળી સુધી ધમાકેદાર વળતર આપનારા શેરોની શોધ છે. તેમની શોધને પૂરી કરવા માટે સીએનબીસી આવાઝની સાથે Sharekhan by BNP ના સંજીવ હોતા, AUM Capitalના રાજેશ અગ્રવાલ, Geojit Financialના ગૌરાંગ શાહ, MOFSLના હેમાંગ જાની, Arihant Capitalના આશીષ મહેશ્વરી, Market Expertના સુદીપ બંધોપાધ્યાય, Tracom Stock Brokersના પાર્થિવ શાહ, Anand Rathi Sharesના નરેન્દ્ર સોલંકી જોડાયા અને આગામી દિવાળી માટે જોરદાર કમાણી વાળા શેર વિશે જાણકારી આપી.

    MORE
    GALLERIES

  • 310

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    1-Geojit Financialના ગૌરાંગ શાહનો આગામી દિવાલી સુધી બમ્પર વળતર આપનારો શેરઃ M&M
    ગૌરાંગે કહ્યુ કે, આગામી દિવાળી સુધી આ શેરમાં 1800 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. આ ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની છે. કંપની ગાડીઓ. એગ્રી ઈક્વિટમેન્ટ, કમ્પોનેન્ટ બનાવે છે. કંપની કોમર્શિયલ ગાડીઓના વિસ્તારમાં પણ એક્ટિવ છે. ઓટોમાં સારી રિકવરીથી મજબૂત રેવેન્યૂ ગ્રોથ જોવા મળી છે. કાચા માલના ખર્ચમાં ઘટાડાથી નફો, માર્જિન વધ્યુ છે. બજારમાં કંપનીની પ્રોડક્ટ્સની માગ પણ સારી છે.

    MORE
    GALLERIES

  • 410

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    2-AUM Capitalના રાજેશ અગ્રવાલનો આગામી દિવાળી સુધી બમ્પર વળતર આપનારો શેરઃ BAJAJ FINSERV - રાજેશ અગ્રવાલે બજાજ ફિસર્વનો શેર ખરીદવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે, આમાં આગામી દિવાળી સુધી 2,100 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. રાજેશે કહ્યુ કે, કંપની પર કોઈ દેવુ નથી. તેની એસેટ ક્વાલિટી સ્ટેબલ છે અને AUM વૃદ્ધિ પણ મજબૂત છે. એસેટ ક્વાલિટીમાં સ્થિરતા પણ રહી છે.

    MORE
    GALLERIES

  • 510

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    3-MOFSLના હેમાંગ જાનીનો આગામી દિવાળી સુધી બમ્પર વળતર આપનારો શેરઃ ITC - હેમાંગ જાનીએ આઈટીસીમાં ખરીદદારીની સલાહ આપતા કહ્યુ કે, આમાં આગામી દિવાળી સુધી 400 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. તેના બીજા ક્વાટરના પરિણામ અંદાજ કરતા સારું છે. બીજા ક્વાટરમાં આવકમાં 26.7 ટકા અને નફામાં 20.8 ટકા વધારો જોવા મળી શકે છે. કંપનીની સિગારેટ વોલ્યુમ ગ્રોથથી હકારાત્મક આશ્ચર્ય મળ્યુ છે. તેથી આગળ જતા સારુ સિગારેટ માર્જિન આઉટલુક બન્યુ છે. કંપનીના હોટલ બિઝનેસમાં સારી રિકવરી જોવા મળી છે.

    MORE
    GALLERIES

  • 610

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    4-Market Expertના સુદીપ બંદ્યોપાધ્યાયનો આગામી દિવાળી સુધી બમ્પર વળતર આપનારો શેરઃ INDUSIND BANK - હેમાંગે કહ્યુ કે, INDUSIND BANK માં આગામી દિવાળી સુધી 1,450 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. જો કે તેને વર્તમાન સ્તરે ખરીદી શકાય છે. બેંકની વિશિષ્ટતા જણાવતા તેમણે કહ્યુ કે, કોર્પોરેટ અને રિટેલ બંનેમાં સારી લોન વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે માર્જિન સુધરવાથી બીજા ક્વાટરમાં વધારો થયો છે. મૂડીના સ્તર પર બેંક મજબૂત સ્થિતિમાં છે. T1 કેપિટલ 16.4 ટકા રહ્યો છે. બેંકમાં હાલનું મેનેજમેન્ટ આગળ પણ કાયમ રહેવાની આશા છે. બેંક માટે BFSI સેક્ટરમાં સારી તકો જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 710

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    5-Arihant Capitalના આશીષ મહેશ્વરીનો આગામી દિવાળી સુધી બમ્પર વળતર આપનારો શેરઃ TVS MOTOR - આશીષ મહેશ્વરીએ TVS MOTORS પર ખરીદી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે, તે ટૂ-વ્હીલરમાં સૌથી વધારે વૃદ્ધિ કરનારી કંપની બનીને બહાર આવી છે. કંપનીના માર્કેટ શેર પણ વધી રહ્યા છે. કંપનીના RAIDER અને APACHE જેવા મોડલને સારે પ્રતિભાવ મળી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 810

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    6-Tracom Stock Brokersના પાર્થિવ શાહનો આગામી દિવાળી સુધી બમ્પર વળતર આપનારો શેરઃ AMBUJA CEMENT - પાર્થિવ શાહે આગામી દિવાળી સુધી બમ્પર કમાણી કરવા માટે AMBUJA CEMENTના શેર ખરીદવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે, અડાણીના હાથમાં આવ્યા બાદ ઝડપથી ક્ષમતાનું ઝડપી વિસ્તરણ શક્ય છે. જ્યારે 5 વર્ષમાં ક્ષમતા 70 MTPAથી વઘીને 140 MTPA થવાની શક્યતા છે. હાલ તો અડાણી ગ્રુપનું સિમેન્ટ પર ફોકસ છે. આથી આ કંપનીના શેરમાં ઝડપથી વધારો થવાની અપેક્ષા છે.

    MORE
    GALLERIES

  • 910

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    7-Sharekhan by BNP ના સંજીવ હોતાનો આગામી દિવાળી સુધી બમ્પર વળતર આપનારો શેરઃ APL APOLLO TUBES - સંજીવે કહ્યુ કે, આ કંપનીના શેર ખરીદો. તે પાઈપ બનાવનારી દેશની સૌથી મોટી કંપની છે. તે કંપની મેટલ અને પ્લાસ્ટિકના પાઈક બનાવે છે. કંપનીની પાસે 11 ઉત્પાદક પ્લાન્ટ છે. જ્યારે ક્ષમતા વિસ્તારને કારણે માર્કેટ શેરમાં વધારો થવાની આશા છે. તેમણે કહ્યુ કે, આમાં આગામી દિવાળી સુધી 1,275 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 1010

    માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

    8- Anand Rathi Sharesના નરેન્દ્ર સોલંકીનો આગામી દિવાળી સુધી બમ્પર વળતર આપનારો શેરઃ TARSONS PRODUCTS LIMITED - નરેન્દ્ર સોલંકીએ કહ્યુ કે, TARSONS PRODUCTS LIMITEDના શેરમાં ખરીદી કરો. નરેન્દ્રએ કહ્યુ કે, આગામી દિવાળી સુધી તેમાં 974 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. તે પ્લાસ્ટિક લેબ પ્રોડક્ટમાં માર્કેટ લીડર છે. કંપનીનું સ્થાનિક અને એક્સપોર્ટ બંને બજારો પર ધ્યાન છે. કંપની પૂરા દેશમાં સેલ્સ નેટવર્ક છે. કંપનીએ તેની ક્ષમતા બે ગણી કરી છે. FY25 સુધી કંપનીના એક્સપોર્ટમાં 13%-18% વધારો સંભવ છે. જ્યારે FY24 માં રેવેન્યૂ 18 ટકા અને નફો 14 ટકા વધવાની શક્યતા છે.

    MORE
    GALLERIES