નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે કેન્દ્રીય કર્મચારીઓ (employees) અને પેન્શનર્સ (pensioners) માટે આ વર્ષે મોંઘવારી ભથ્થા (Dearness Allowance-DA)માં વધારો નહીં કરવામાં આવે. જોકે સરકાર આવતા વર્ષે જુલાઈમાં વધારવા અંગે વિચાર કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના DAમાં 4 ટકાના વધારાનો વિચાર કરી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)
નાણાકીય ખોટના કારણે સરકારે લીધો આ નિર્ણય- નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્રમણને કારણે નાણાકીય ખોટના કારણે કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં વધારાને રોકી દીધો હતો. નાણા વિભાગે પોતાના આદેશમાં કહ્યું હતું કે કર્મચારીઓ અને પેન્શનર્સને 1 જાન્યુઆરી 2020થી મોંઘવારી ભથ્થાનું વધારાનું પેમેન્ટ નહીં આપવામાં આવે. (પ્રતીકાત્મક તસવીર)
સરકારે કર્મચારીઓને આપી રાહત- કોરોના સંકટના કારણે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને જૂના દર પર જ મોંઘવારી ભથ્થું આપી રહી છે. હાલનો દર 21 ટકા છે પરંતુ જૂન 2021 સુધી 17 ટકાના દરે પર જ ચૂકવણી કરવામાં આવશે. જોકે સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સને પોતાના કેટલક નિર્ણયોથી રાહત ચોક્કસ આપી છે. (પ્રતીકાત્મક તસવીર)