નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને રોકાણ માટે ઘણા પ્રકારના વિકલ્પ મળે છે. રોકાણકારોનો નાણાકીય ઉદ્દેશ શું છે અને તેઓ પોતાના રોકાણ પર કેટલું જોખમ ઉઠાવી શકે છે. તેના આધાર પર તેઓ પોતાના માટે ફંડ પસંદ કરી શકે છે. આ સ્કીમ્સમાં ઈક્વિટી, ડેટ, હાઈબ્રિડ ફંડ સામેલ છે. આમાં એક કેટેગરીમાં લાર્જ કેપ ફંડ્સનો સમાવેશ થાય છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની આ કેટેગરીની ધણી યોજનાઓએ રોકાણકારોને લાંબાગાળામાં સારું વળતર આપ્યું છે. સ્મોલ અને મિડકેપના પ્રમાણમાં લાર્જકેપ ફંડ વધારે સ્ટેબલ હોય છે. બ્રોકરેજ ફર્મ શેરખાને લાર્જકેપ ફંડમાંથી 5 સ્કીમ્સને ટોપ પિક જણાવી છે.