નવી દિલ્હીઃ રૂપિયા બનાવવા સરળ છે. કરોડપતિ બનવું કે પછી પોતાના રોકાણ પર તગડું વળતર મેળવવાની ઈચ્છા હોય, તો તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય વિકલ્પ છે. રોકાણ બહુ જ સરળ છે. ઘણા પ્રકારના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. શરૂઆત માત્ર 100 રૂપિયાથી થઈ શકે છે. બસ સિસ્ટેમેટિક રીતે રૂપિયા લગાવવા પડશે. ગત કેટલાક સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું છે.
અહીં અમે માસિક રોકાણ તરીકે 5,000 રૂપિયાની પસંદગી કરી છે. લાંબાગાળાના વળતર માટે તમારે માત્ર 5,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એસઆઈપીની હિસ્ટ્રી જોઈએસ કો રોકાણકારોને 12 ટકાની એવરેજથી વળતર મળે છે. જો તમારા રોકાણ પર 12 ટકાનું વળતર મળે, તો 1 કરોડનું લક્ષ્ય મેળવવામાં 26 વર્ષ લાગશે. આ દરમિયાન તમારું રોકાણ માત્ર 15.6 લાખ રૂપિયા હશે, જ્યારે તમને કુલ 1.06 કરોડ રૂપિયા મળશે. તેનો અર્થ છે કે, રોકાણ બની ગયું રિટર્ન મશીન, પરંતુ આ 26 વર્ષના સમયગાળામાં મોંઘવારી પણ વધશે. કેલક્યૂલેશનમાં મોંઘવારીનો દર ગણવામાં આવ્યો નથી.
મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ બજાર જોખમોને આધીન છે. મોટા વળતરના ચક્કરમાં મોટું રિસ્ક લેવું પડે છે. એટલા માટે એક્સપર્ટનું માનીએ તો, એસઆઈપી સુરક્ષિત છે અને ગત કેટલાક સમયમાં તેના પર ધ્યાન વધ્યું છે. એકમુક્ત રોકાણની જગ્યાએ એસઆઈપી દ્વારા નાનું રોકાણ કરો. લાંબાગાળામાં એસઆઈપીથી કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. ગત કેટલાક સમયમાં એસઆઈપી દ્વારા રોકાણ પર 12 ટકા વળતર મળે છે.