મુંબઈ. 31 માર્ચ, 2022ના રોજ નાણાકીય વર્ષ (Financial Year) પૂર્ણ થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય ત્યારે અનેક કામ પૂર્ણ કરવા જરૂરી હોય છે. એટલે કે પેનલ્ટી (Penalty)થી બચવા માટે અનેક એવા કામ છે જેને 31 માર્ચ, 2022 સુધી પૂર્ણ કરવા જરૂરી બને છે. જો આવું ન કરવામાં આવે તો નવા નાણાકીય વર્ષથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે પહેલી એપ્રિલ 2022થી નવું નાણાકીય વર્ષ (New financial year) શરૂ થાય છે. આજે અમે તમને એવા પાંચ કામ વિશે જણાવી રહ્યા છીએ જેને 31 માર્ચ 2022 (31st March) પહેલા પૂર્ણ કરી લેવા જરૂરી છે.
1) આધાર-પાન કાર્ડ લિંક : આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 છે. જો તમે આ તારીખ સુધી આ કામ પૂર્ણ નથી કરતા તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. આથી તમને નવા નાણાકીય વર્ષમાં અનેક કામોમાં મુશ્કેલી પડી શકે છે. બેંકથી લઈને અનેક કામો માટે પાન કાર્ડ ખૂબ જરૂરી દસ્તાવેજ છે.
2) ઇન્કમ ટેક્સ રિટર્ન : જો તમે અસેસમેન્ટ યર 2021-22 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું તો આ માટે અંતિમ તારીખ 31 માર્ચ છે. આ સાથે જ આ તારીખ સુધી તમે તમારે ઇન્કમ ટેક્સ રિટર્નને રિવાઇઝ કરી શકો છો. આ તારીખ બાદ તમે 2021-22ના વર્ષ માટે ઇન્મક ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરી શકો. જો તમે રિટર્ન ફાઇલ નથી કર્યું અને તમારી ટેક્સની જવાબદારી 10,000 રૂપિયાથી વધારે બને છે તો ડિપાર્ટમેન્ટ તમારી વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે. આ કેસમાં જેલની સજાની પણ જોગવાઈ છે.