નવી દિલ્હી: ખરીદીની ચૂકવણી પર મુદ્દત મળથી હોવાથી લોકો ક્રેડિટ કાર્ડ (Credit card) લેતા હોય છે. ક્રેડિટ કાર્ડના અનેક પ્રકાર હોય છે. ખર્ચ કરવાની રીત અને લાઇફસ્ટાઇલ (Lifestyle) પ્રમાણે તમારે ક્રેડિટ કાર્ડની પસંદગી કરવી જોઈએ. ખાસ કરીને ઑનલાઇન ખરીદી (Online shopping) પર વધારે લાભ મળતો હોય તેવા અને વધારે કેશબેક (Cashback Offer) મળતું હોય તેવા ક્રેડિટ કાર્ડની લોકો પસંદગી કરતા હોય છે. આજના સમયમાં ક્રેડિટ કાર્ડનું કેશબેક ફીચર ખૂબ જ લોકપ્રીય છે. આજકાલ બજારમાં આ પ્રકારના અનેક ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ છે, જેમાં તમને સારી ઑફર અને કેશબેક મળે છે.
ક્રેડિટ કાર્ડ પર મળતું કેશબેક (Cashback on Credit cards) એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ વધારે ઑનલાઇન ખરીદી કરતા હોય છે. આ કાર્ડ પર નિયમિત રીતે મળતા કેશબેકથી તમારી બચત વધી શકે છે. આજે અમે તમારા માટે એવા જ ક્રેડિટ કાર્ડની યાદી લાવ્યા છીએ. આ કાર્ડ્સ પર આકર્ષક ઑફર્સ મળે છે. અમારું આ વિશ્લેષણ Paisabazaar પર આધારિત છે.
HDFC Millenia Credit Card: આ કાર્ડથી અમેઝોન અને ફ્લિપકાર્ટ પર કરવામાં આવતી ખરીદી પર 5 ટકા કેશબેક મળે છે. આ ઉપરાંત PayZapp અને SmartBuy ફ્લાઇટ અને હોટલ બુકિંગ પર પાંચ ટકા કેશબેક મળે છે. આ ઉપરાંત ઓછામાં ઓછી બે હજાર રૂપિયાની ઑનલાઇન ખરીદી પર 2.5 ટકા કેશબેક મળે છે. આ ઉપરાંત વૉલેટ રીલોડ કરવા અને ઑફલાઇન ખર્ચા પર 1 ટકા કેશબેક મળે છે. આ કાર્ડની વાર્ષિક ફી 1,000 રૂપિયા છે.