શક્તિકાંત દાસે કહ્યુ કે, કેન્દ્રીય બેંકે સ્ટેડિંગ ડિપોઝિટ ફેસિલિટી શરૂ કરી છે. બેંકિંગ સિસ્ટમમાં ઘણી વાર જરૂરતથી વધારે લિક્વિડિટી થઈ જાય છે. તેનાથી ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે. બેંકિંગ સિસ્ટમમાં જરૂરતથી વધારે લિક્વિડિટીને ઓછી કરવા માટે એસડીએફ શરૂ કરવામાં આવી છે. આ ફેસિલિટી હેઠળ બેંકોએ તેમનું વધારાનું ફંડ આરબીઆઈ પાસે ડિપોઝિટ કરવા માટે હવે કોલેટરલની જરૂર નહિ પડે. અર્થતંત્ર પર પણ કોરોના મહામારીની માર પડી હતી. આરબીઆઈએ અર્થતંત્રને સહારો આપવા માટે લિક્વિડિટી વધારવા ઘણા ઉપાયો કર્યા હતા. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં લિક્લિડિટી બહુ જ વધી ગઈ છે. ઈન્ડસ્ટ્રી અને બિઝનેસની લોનની માંગ નબળી બની ગઈ છે. તેનાથી બેંકોની પાસે ઘણા રૂપિયા પડ્યા છે.
આ કોન્સેપ્ટ 9 મે 2011ના રોજ લાગૂ થયો હતો, આમાં બધી શેડ્યૂલ કોમર્શિયલ બેંક એક રાત માટે તેમની કુલ ડિપોઝિટના 1 ટકા સુઘી લોન લઈ શકે છે. શનિવાર છોડીને બધા જ વર્કિંગ દિવસોમાં બેંકોને આ સુવિધા મળે છે. ઈન્ટરેસ્ટ રેપોરટથી 1 ટકા ઉપર હોય છે. રેપો તે રેટ છે, જેના પર બેંક આરબીઆઈ પાસેથી ટૂંકાગાળામાં લોન લઈ શકે છે.