નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણકારોને ગેરન્ટીડ વળતર મળે છે. વાત ભલે ફિક્સ ડિપોઝીટની હોય કે, પછી પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર કે નેશનલ સેવિંગ સ્કીમ દરેક જગ્યાઓ સુનિશ્ચિત વળતર મળે છે. નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝીટ સ્કીમ પર નક્કી વ્યાદ દરના હિસાબથી મેચ્યોરિટી સુધી વળતર મળે છે. જ્યારે પીપીએફમાં સમય સમય પર વ્યાજ દરોમાં ફેરફાર થતો રહે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમને રૂપિયા પર સરકારની ગેરન્ટી મળે છે. કેટલીક સ્કીમની મેચ્યોરિટી 1થી 5 વર્ષ છે, તો કેટલીક લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ છે. હવે સવાલ તે છે કે, કઈ સ્કીમમાં કેટલા દિવસમાં રૂપિયા ડબલ થઈ જશે?
Rule of 72 દ્વારા કરો ગણતરી - રુલ ઓફ 72ને એક્સપર્ટ એક સટીક ફોર્મુલા માને છે. તેના દ્વારા નક્કી કરવામાં આવે છે, કે તમારું રોકાણ કેટલા દિવસમાં ડબલ થશે. તેને તેવી સમજો કે, માની લો તમે જે યોજનામાં રોકાણ કર્યું છે, જેમાં વાર્ષિર 9 ટકા વ્યાજ મળે છે. એવામાં તમારે રુલ 72 હેઠળ 72માં 9ને ભાગવા પડશે. 72/9 = 8 વર્ષ, એટલે કે તમારી આ યોજનામાં 8 વર્ષમાં રૂપિયા ડબલ થઈ જશે.
5 વર્ષની ટાઈમ ડિપોઝીટ (FD) - વ્યાજ દરઃ 7 ટકા (5 વર્ષ), કેટલા દિવસોમાં રૂપિયા ડબલઃ 72/7 = 10.28 વર્ષ, લગભગ 123 મહિનામાં રૂપિયા ડબલ<br />ટાઈમ ડિપોઝીટમાં પણ સિંગલ એકાઉન્ટની સાથે જોઈન્ટ એકાઉન્ટની સુવિધા છે. મિનિમમ 1,000 રૂપિયાથી રોકાણની સાથે કોઈ પણ શાખામાં એકાઉન્ટ ખોલાવી શકો છો. આમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી. 5 વર્ષની એફડી પર ઈનકમ ટેક્સ એક્ટ સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટ મળે છે.
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) - વ્યાજ દરઃ 7.1 ટકા, કેટલા દિવસોમાં રૂપિયા ડબલ 72/7.1 = 10.14 વર્ષ, 120 મહિનામાં રૂપિયા ડબલ<br />આ એક લોન્ગ ટર્મ યોજના છે. તેની મેચ્યોરિટી 15 વર્ષની હોય છે. ઓછામાં ઓછા 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું વાર્ષિક રોકાણ કરી શકો છો. એકાઉન્ટમાં વાર્ષિક 12 ઈન્સટોલમેન્ટમાં રૂપિયા જમા કરી શકો છો, માત્ર સિંગલ એકાઉન્ટ ખોલવાની સુવિધા છે. રોકાણ પર સેક્શન 80સી હેઠળ ઈનકમ ટેક્સમાં છૂટ મળે છે. મળનારું વ્યાજ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) - વ્યાજ દરઃ 6.8 ટકા, કેટલા દિવસોમાં રૂપિયા ડબલ 72/7 = 10.28 વર્ષ, 123 મહિનામાં રૂપિયા ડબલ<br />NSC હેઠળ સિંગલ એકાઉન્ટ ઉપરાંત જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસમાં મિનિમમ 1,000 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. આમાં રોકાણની કોઈ મર્યાદા નથી. અહીં રોકાણ પર ઈનકમ ટેક્સના સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટ મળે છે.