(4) જૂના ચેક માન્ય નહીં રહે: જો તમે હજુ પણ જૂના ચેકનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને આપની બેંક સાથે તાત્કાલીક બદલી દો કારણ કે નવા વર્ષમાં જૂના ચેક નહીં ચાલે. નવા વર્ષમાં CTS, ચેક ટ્રાન્જેક્શન સિસ્ટમવાળા ચેક જ ઉપયોગમાં લઈ શકાશે. CTS ચેકને ક્લીયર થવા માટે એક બેંકથી બીજી બેંક મોકલવાની જરૂર નહીં રહે. તમામ જરૂરી જાણકારીઓ સહિત તેની એક ઇલેક્ટ્રોનિક ઇમેજ સંબંધિત પાર્ટીને મોકલી દેવામાં આવશે. આ ચેક વધુ સુરક્ષિત હોય છે. કારણ કે તેમાં વોયડ પેન્ટોગ્રાફ હોય છે, જેને કોપી નથી કરી શકાતી.
(8) જો આપે નાણાકીય વર્ષ 2017-18નું ઇન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) હજુ સુધી ભર્યું નથી તો તેને 31 ડિસેમ્બરથી પહેલા ભરી દો. આ આઈટીઆરને ફાઇલ કરતી વખતે આપને 5 હજાર રૂપિયાનો દંડ પણ આપવો પડશે. જોકે, જો તમે 1 જાન્યુઆરીથી લઈને 31 માર્ચ 2019 સુધી આઈટીઆર ફાઇલ કરશો તો પછી આ રકમ વધીને 10 હજાર રૂપિયા થઈ જશે. એટલા માટે અમારી સલાહ છે કે આપના ઇન્કમ ટેક્સ રિટર્નને આજે જ ફાઇલ કરી દો, જેનાથી પાંચ હજાર રૂપિયનો વધારાનો દંડ આપવાથી બચી જશો.