

નવી દિલ્હીઃ દુનિયામાં 16 દેશ એવા છે જ્યાંનો પ્રવાસ કરવા માટે પાસપોર્ટ ધારક ભારતીયો (Indian Passport Holders)ને વીઝા (Visa)ની જરૂરિયાત રહેતી નથી. આ દેશોમાં નેપાળ (Nepal), માલદીવ (Maldives), ભૂટાન (Bhutan)અને મોરિશ્યસ (Mauritius) જેવા દેશ સામેલ છે. વિદેશ રાજ્ય મંત્રી (Minister of State for External Affairs) વી. મુરલીધરન (V. Muraleedharan)એ રાજ્યસભા (Rajya Sabha)માં આ જાણકારી આપી છે. (પ્રતીકાત્મક તસવીર)


રાજ્યસભામાં એક લેખિત જવાબ રજ કરતાં વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને જણાવ્યું કે, 43 દેશ વીઝા-ઓન-અરાઇવલ (Visa on Arrival) સુવિધા પ્રદાન કરે છે અને 36 દેશ ભારતીય સાધારણ પાસપોર્ટ ધારકોને ઇ-વીઝાની સુવિધા (E-Visa Facility) પ્રદાન કરે છે. (પ્રતીકાત્મક તસવીર)


આ દેશો માટે નહીં જોઈએ વીઝા – જે દેશોની યાત્રા માટે વીઝાની જરૂરિયાત નથી તે છે, બારબાડોસ, ભૂટાન, ડોમિનિકા, ગ્રેનાડા, હૈતી, હોંગકોંગ, SAR, માલદીવ, મોરિશ્યસ, મોંટસેરાટ, નેપાળ, નીયૂ દ્વીપ, સમોઆ, સેનેગલ, ત્રિનિદાદ અને ટોબેગો, સેન્ટ વિન્સેંટ અને ગ્રેનેડાઇનસ તથા સર્બિયા. (પ્રતીકાત્મક તસવીર)


કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈરાન, ઈન્ડોનેશિયા અને મ્યાનમાર એ દેશો પૈકી છે જે વીઝા-ઓન-અરાઇવલ સુવિધા પ્રદાન કરે છે અને શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયા એ 26 દેશોનો સમૂહ છે જેમની પાસે ઇ-વીઝાની સુવિધા છે. (પ્રતીકાત્મક તસવીર)