મોદી સરકારની મુદ્દા યોજના સફળ રહી છે. આનાથી અત્યાર સુધીમાં 11 કરોડ લોકોને લાભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુદ્દા યોજના વિશે 100 લાભાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે, 11 કરોડ લોકો અત્યાર સુધી આનો લાભ ઉઠાવી ચુક્યા છે. તેમણે કહ્યું કે, આ યોજનાનો ઉદ્દેશ્ય લોકોનો આત્મવિશ્વાસ વધારવાનો છે. આ યોજનામાં જીવનયાપન અને સ્વરોજગાર માટે લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે. તો જોઈએ શું છે આ યોજના અને કેવી રીતે ઉઠાવી શકાય છે તેનો ફાયદો.
શું છે મુદ્દા યોજના? : પ્રધાનમંત્રી મુદ્દા યોજનાની શરૂઆત 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરી હતી. આમાં નાના વેપારીઓને 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. મુદ્દા લોન ત્રણ પ્રકારની હોય છે - શીશુ લોન, કિશોર લોન, અને તરૂણ લોન. શિશુ લોન હેઠળ 50 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. કિશોર લોનમાં 50 હજારથી 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે તરૂણ લોનમાં 5 લાખથી 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ગત નાણાવર્ષમાં આ યોજના હેઠળ 2.20 લાખ કરોડની લોન આપવામાં આવી છે. મુદ્દા યોજના વિશે વધારે જાણકારી માટે તેની અધિકારીક વેબસાઈટ પર જાઓ.