મુંબઇ: નિફ્ટી બેંક ઇન્ડેક્સે (Nifty Bank Index) 2021માં બજારના બેરોમીટર સામે અન્ડરપર્ફોર્મન્સમાં વધુ એક વર્ષ ઉમેર્યું હતું. લોકડાઉન દરમિયાન બેન્કોની સ્લિપેજ અને એસેટ ક્વોલિટીના મુદ્દાઓ પર અનિશ્ચિતતાને કારણે બેન્કિંગ શેરો (Banking Stocks)એ છેલ્લા બે વર્ષમાં મ્યૂટ શો જેવું વલણ દાખવ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે ક્રેડિટ ગ્રોથ (Credit Growth) વધવાથી અને બેડ લોનને સરળ બનાવવાથી ભવિષ્યમાં બેન્કિંગ શેરોની સંભાવનાઓમાં સુધારો થશે. મ્યુચ્યુઅલ ફંડ માટે બેન્કિંગ સૌથી વધુ પસંદગીનું ક્ષેત્ર રહ્યું છે, જે ઉદ્યોગની ઇક્વિટી AUM (એસેડ અન્ડર મેનેજમેન્ટ)નો પાંચમો ભાગ ધરાવે છે. મજબૂત બેલેન્સશીટ્સ અને ઊંચી થાપણ ફ્રેન્ચાઇઝીવાળી મોટી બેંકો મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds) માટે પસંદગી રહી છે. છેલ્લા બે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ખરીદવામાં આવેલા બેન્કિંગ શેરો (Top Banking Stocks) વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.
એક્સિસ બેંક : આ લીસ્ટમાં એક્સિસ બેંકનું નામ પણ સામેલ છે. છેલ્લા બે મહિનામાં આઈસીઆઈસીઆઈ પ્રુ રિટાયરમેન્ટ ફંડ-પ્યોર ઈક્વિટી, આદિત્ય બિરલા એસએલ બિઝનેસ સાઈકલ, નિપ્પોન ઈન્ડિયા કન્ઝમ્પશન, એલઆઈસી એમએફ બેલેન્સ્ડ એડવાન્ટેજ અને એનજે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડની કેટલીક સ્કીમોએ એક્સિસ બેંકના શેરને પોર્ટફોલિયોમાં સામેલ કર્યા છે.