દૂધનો કારોબાર: જો તમારી પાસે ગાય અથવા ભેંસ છે તો તમે દૂધનો કારોબાર કરી શકો છો, અથવા તો નવી ગાય કે ભેંસ ખરીદીને તગડી કમાણી કરી શકો છો. તમે એક ગાય રુ. 30 હજારથી 90 હજાર સુધીમાં ખરીદી શકો છો. તેમજ ભેંસ તમે રુ. 50 હજારથી 1 લાખ સુધીમાં ખરીદી શકો છો. તમે ફક્ત બે ગાય કે ભેંસ સાથે વેપારની શરુઆત કરી શકો છો અને કોઈ ડેરી સાથે જોડાઈને નિયમિત આવક વધારી શકો છો.
ફૂલોની ખેતી અથવા નર્સરી: ફૂલનો બિઝનેસ ખૂબ જ હેપનિંગ છે, આજના સમયમાં લગ્નથી લઈને નાના નાના પ્રોગ્રામ અને પારિવારિક મેળાવડામાં પણ ફૂલોની સજાવટ અને બુકેની ખૂબ જ માગ રહેતી હોય છે. તમે ઓનલાઈન પણ ફૂલો અને તેના બુકે વેચી શકો છો. આ ઉપરાંત જો જમીન હોય તો તમે સુરજમુખી, ગુલાબ અથવા ગલગોટાના ફૂલોની ખેતી કરી શકો છો.
આ કિંમતી ઝાડ ઉગાવો અને કમાવ: જો તમારી પાસે જમીન પડી છે તો તેમાં સીસમનું ઝાડ ઉગાવી શકો છો. સીસમના લાકડાની ખૂબ જ વધુ કિંમત ઉપજે છે. આ ઝાડ ઉગાવ્યા બાદ 8-10 વર્ષે તેને વેચી શકાય છે. આજના સમયમાં સીસમનું ઝાડ લગભગ રુ. 40 હજાર સુધીમાં વેચાય છે. તો સાગનું ઝાડ પણ ઉગાવી શકો છો. તેની કિંમત તો સીસમ કરતાં પણ વધારે છે.
પોલ્ટ્રી એટલે કે મરઘા ઉછેર બિઝનેસ: પોલ્ટ્રી ફાર્મિંગ એક એવો બિઝનેસ છે જેની માગ સતત વધી રહી છે. જોકે આ માટે તમારે થોડું વધારે રોકાણ કરવાની જરુર પડે છે. હાલના સમયમાં ઈંડાની માગ વધતા મરઘા ઉછેર કેન્દ્રનો બિઝનેસ તગડી કમાણી અપાવી રહ્યો છે. તો બીજી તરફ સરકાર પણ મુદ્રા લોન યોજના હેઠળ આ બિઝનેસ માટે તમને મદદ કરે છે.
વાંસની ખેતી: વાંસની ખેતી દ્વારા તમે પણ ખૂબ સારા રુપિયાની કમાણી કરી શકો છો. આજના સમયમાં જ્યાં લોકો હવે પ્લાસ્ટિક છોડીને ફરી પકૃત્તિ તરફ વળી રહ્યા છે ત્યારે વાંસની બનેલી અનેક પ્રોડક્ટ માર્કેટ છે. તમે પણ વાંસની ખેતી કરી વાંસ વેચવાથી લઈને તેમાંથી પ્રોડક્ટ બનાવીને ખૂબ જ સારા એવા ભાવે વેંચી તગડી કમાણી કરી શકો છો.