

દુનિયાભરમાં ઇરાની હલ્ક તરીકે ઓળખતા આ બોડીબિલ્ડર ટૂંક સમયમાં જ બોક્સિંગ રિંગમાં નજર આવશે. દુનિયાભરના બોક્સરોનું સપનું ગણાતા MMA ફાઇટમાં બ્રાઝિલના એક જાણીતા બોડી બિલ્ડર સેન્ટોસ અલ્વ જે બ્રાઝિલિયન હલ્ક તરીકે ઓળખાય છે તેણે ઇરાની હલ્કને ઇન્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ચેલેન્જ આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ચેલેન્જ ઇરાની હલ્કે સ્વીકારી લીધી છે, ટૂંક સમયમાં જ બંને બોક્સરો વચ્ચે ફાઇટ યોજાશે.


જાન્યુઆરીમાં સેન્ટોસે ઇન્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ઇરાની હલ્ક સઝાદને ચેલેન્જ આપી હતી, જેમાં તેણે જણાવ્યું કે તે ઇરાનીયને રિંગમાં ધોબી પછાડ આપશે જો તે રિંગમાં આવે તો. ત્યારબાદ ઇરાની હલ્ક સઝાદે આ ચેલેન્જનો જવાબ આપતા લખ્યું કે 'સ્પોન્સરોની પાછળ છૂપાવાને બદલે હિમ્મદવાળા બનો, અને મને રિંગમાં બોલાવો, હું તમારી સાથે ફાઇટ કરવા તૈયાર છું. રિંગમાં મને દેખાડો જે તમે બોલ્યા છો એ'


સોશિયલ મીડિયા પર બંને બોડી બિલ્ડરના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે, આ ચેલેન્જ બાદ ફોલોઅર્સ બંને ફાઇટરોની ચેલેન્જ બાદ તુલના અને ક્ષમતા અંગે વાત કરવા લાગ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું કે સઝાકનું વજન 178 kg છે, જ્યારે સેન્ટોસ અલ્વનું વજન 104 kg છે.


સેન્ટોસની વાત કરીએ તો તેણે વર્ષ 2009થી બોડી બિલ્ડિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું, તેની હાઇટ 5'8'' છે. અને હાલ તેનું વજન 104 કિલો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સેન્ટોસે વર્ષ 2013માં સિન્થોલના ઓઇલ ઇન્જેક્શનના રિએક્શનના કારણે એક હાથ ગુમાવવાનો વારો આવી શકે તેમ હતો. બોડી બિલ્ડિંગનો શોખ ધરાવતા લોકો આ ઓઇલ ઇંજેક્શનનો વધુ ઉપયોગ કરે છે, જો કે તેની ઘણી સાઇડ ઇફેક્ટ પણ છે.


ઇરાની હલ્ક સઝાદને આ પહેલા પણ દુનિયાભરમાંથી અનેક ફાઇટરોએ રિંગમાં ફાઇટ માટે ચેલેન્જ આપી છે, જેમાં બ્રિટિશ બોડીબિલ્ડર માર્ટિન ફોર્ડનો પણ સમાવેશ થાય છે. ઇરાનનો રહેવાસી સઝાદ ઘરીબી પોતાની કદકાઠીને કારણે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 27 વર્ષિય સઝાદની હાઇટ 6'3'' છે, તથા તેનું વજન 178 કિલો છે. સઝાદ એક સમયે આતંદી સંગઠન ISIS સામેની લડાઇમાં ઇરાનની સેનામાં પણ રહી ચૂક્યો છે. સઝાદ પોતાની બોડીના અવાર નવાર ફોટો પોસ્ટ કરતો રહે છે, ઇંસ્ટાગ્રામ પર સઝાદના 430,000 ફોલોઅર્સ છે.


બ્રાઝિલના કલડાસ નોવાસમાં રહેતાં અને એક બાળકના પિતા રોમારિયો ડોસ સેન્ટોસ અલ્વેસ બોડીગાર્ડ છે. પરંતુ મોડલ અને બોડી બિલ્ડર બનવાની ઇચ્છાએ પોતાના શરૂરમાં ઓઇલ અને દારૂના ઇન્જેક્શન લગાવવાનું શરૂ કર્યું. માત્ર ત્રણ વર્ષમાં જ તેણે 25 ઇંચ મોટા બાઇસેપ્સ બનાવી લીધા હતા. રોમારિયોને આ કામમાં તેની પત્નીએ મદદ કરી હતી.