

સુરતઃ કોરોના વાયરસ (coronavirus) સાથે દુનિયાના બધા દેશ લડી રહ્યા છે. ત્યારે ભારતનું ગુજરાત રાજ્ય બાકી નથી ત્યારે આ લડાઈ જેરીતે ગુજરાત લડી રહ્યું છે. ત્યારે આ લડાઈમાં સરકાર મદદ કરવા લોકો પોતાની પાસે રહેલા અનેક રૂપિયા સીએમ ફડમાં આપી રહ્યા છે. ત્યારે ગુજરાતની અત્યઆધુનિક લાજપોર જેલના (lajpor jail) કેદીઓ (Prisoners) મદદ માટે પણ સામે આવ્યા છે. અને સરકાર જે લડાઈ લડી રહી છે તેમાં સહયોગ આપવા પોતાનું વેતન સીએમ ફડમાં આપવા માટે જેલરને ચેક આપ્યો હતો. (કિર્તેશ પટેલ, સુરત)


આ ચેક જેલર કલેકટરને આપશે ત્યારે ગુજરાત આ પહેલી જેલ હશે જે કેદીઓ પોતાનું વેતન આપ્યું હશે.<br />કોરોના વાયરસ લઇને દેશ સાથે દુનિયા અનેક દેશો આ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસ લઇને અનેક દેશનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. ત્યારે દરેક દેશની સરકાર તેમના દેશના નાગરિકોને આ વાયરસથી બચવા માટે અનેક પ્રયાસ કરી રહી છે. ત્યારે આ વાયરસ પોતાનો કહેર ભારત જેવા દેશને પણ પોતાની ચપટમાં લઇ લીધો છે ત્યારે ભારતનું ગુજરાત પણ બાકાત નથી રહ્યું. ત્યારે ગુજરાત સરકાર આ વાયરસના દર્દી બધે નહિ તે માટે સતત પ્રયાસ કરી રહી છે.


દર્દી માટે તબીબો ટીમ સાથે અત્ય આધુનિક સારવાર માટે સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ગુજરાતના લોકો આ બાબતે સરકરની કામગીરીને લઇને સરકાર ગુજરાતના લોકો વધુ સારી સવલત સાથે સારવાર મળી રહે તે માટે સતત ગુજરાતના લોકો સીએમ રાહત ફડમાં મદદ કરી રહ્યા છે. ત્યારે આજે આ રાહત ફડમાં સુરતમાં આવેલી લાજપોર મધ્યસ્થ જેલના બંદીવાનોએ જેલવાસ દરમિયાન મેળવેલું વેતન કોરોના સામે લડવા માટે આપવાનું નક્કી કર્યું હતું.


ગુજરાતમાં પહેલી વાર કેદીઓ દ્વારા કોરોના રાહત ફંડમાં ફાળો આપ્યો છે. સુરત લાજપોર મધ્યસ્થ જેલના પાકા કામના કેદીઓ મદદ માટે આગળ આવ્યા અને કેદીઓ દ્વારા 1 લાખ 11 હજાર ફાળો ઉધરવામાં આવ્યો છે. જેલના 210 જેટલા પાકા કામના કેદીઓએ CM ફંડમાં જમા કરાવવા રૂપિયા આપ્યા છે. કેદીઓને આ રકમનો ચેક જેલ સુપરિટેન્ડન્ટ આપ્યો હતો.