

સુરત શહેર દિવસેને દિવસે ગુનાખોરીનું હબ બનતું હોય એવું લાગી રહ્યું છે. હત્યા, ચોરી, લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના આજે શુક્રવારે સુરત શહેરમાં બની છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ઉપર જાહેરમાં જ યુવકને ચપ્પુ વડે રહેંશી નાખવામાં આવ્યો હતો. હત્યા કર્યાબાદ અજાણ્યા યુવકો ફરાર થઇ ગયા હતા. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથધરી છે. (કિર્તેષ પટેલ,સુરત)


મળતી માહિતી પ્રમાણે આશરે 25 વર્ષ જેટલી ઉંમરો એક યુવક સુરત રેલવે સ્ટેસનના પ્લેટફોર્મ નંબર 4 ઉપર હતો. ત્યારે અજાણ્યા યુવકો ત્યાં આપીને તેના ઉપર ચપ્પુ વડે તુડી પડ્યા હતા.


ચપ્પુના ઉપરેછાપરા ઘા મારીને અજામ્યા શખ્સોએ યુવકી હત્યા કરી હતી. હત્યા કરીને અજાણ્યા યુવકો ત્યાંથી ફરાર થઇ ગાય હતા.


જાહેરમાં થયેલી યુવકની હત્યાના પગલે લોકોએ પોલીસને જાણ કરતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.