

રેલવે ટિકિટ બૂકિંગની સુવિધા સામાન્ય લોકો માટે ખૂબ જ સરળ બનાવી દીધી છે. મુસાફરોને ટિકિટ બૂક કરવામાં મુશ્કેલી ન પડે તે માટે રેલવે ટિકિટ બૂક કરવાની રીતમાં મોટો ફેરફાર કરી રહી છે. આઈઆરસીટીસી ગ્રાહકોને એક સુવિધા પણ પ્રદાન કરે છે, જેના દ્વારા ગ્રાહકો પૈસા નહીં હોવાના કિસ્સામાં પણ ટિકિટ બૂક કરાવી શકે છે અને પાછળથી પૈસા ચૂકવી શકે છે. આઈઆરસીટીસીએ બાય નાઉ પે લેટર ની સુવિધા રજૂ કરી છે. બાય નાઉ પે લેટર ની સુવિધા સાથે રેલવે ટિકિટ ખરીદવા અને પછી ચૂકવણી કરવાનો વિકલ્પ છે.


'બાય નાઉ પે લેટર' સાથે ટિકિટ બૂક કરતી વખતે ચુકવણી દરમિયાન સમસ્યાઓમાં ઘટાડો થશે. અત્યારે તો ટિકિટ બૂક કરતી વખતે ઘણી વખત મધ્યમાં ટ્રાન્ઝેક્શન રદ થાય છે, કેટલીક વખત ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે અને ટિકિટ પણ બૂક કરાતી નથી.


ઇ પેલેટર કંપની 'બાય નાઉ પે લેટર' આપે છે. આ કંપની જેઓ ઓનલાઇન ખરીદી કરે છે તેમને 14 દિવસનો સમય આપવામાં આવે છે. ઇર્પેટર આઈઆરસીટીસીથી ટિકિટ બૂકિંગ પર ચુકવણી કરવા માટે 14 દિવસનો સમય આપશે. પાછળથી આઈઆરસીટીસી વેબસાઇટની મુલાકાત લઈને ચુકવણી કરવાની રહેશે.


'બાય નાઉ પે લેટર' સુવિધા માટે તમારે તમારા આધાર કાર્ડ, પાનકાર્ડ જેવી માહિતી પ્રદાન કરવી પડશે. પછી તમને તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી પ્રાપ્ત થશે, ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકશો. ઇ પેલેટર એનઇએફટી દ્વારા ઓનલાઇન ચુકવણી સ્વીકારે છે. ઇ પેલેટરનો ઉપયોગ કરવા માટે તમારે ઇ પેલેટર પર તમારું એકાઉન્ટ બનાવવું પડશે.


પહેલા આઈઆરસીટીસી વેબસાઇટ પર લોગિન કરો. ત્યારબાદ તમારી યાત્રાની વિગતો દાખલ કરો. ઇ પેલેટરનો ઉપયોગ કરવા માટે બૂકિંગ કરવાની જ રીતે ટિકિટ બૂક કરવાની રહેશે. ત્યારબાદ જ્યારે તમે ચુકવણી પેઇઝ પર આવો, ત્યારે તમારે ઇ પેલેટરનો વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ તમે ઇ પેલેટરના પેઇઝ પર આવશો. ત્યાં તમારે તમારા ખાતામાં પ્રવેશ કરવો પડશે અને ત્યા તમારું બૂકિંગ આવશે, તેના પુષ્ઠી કરવાની રહેશે અને તમારી ટિકિટ બૂક થઇ જશે.