Change Language
1/ 5


અમદાવાદમાં આવેલી નરસિંહ ભગત છાત્રાલય પાલડી ખાતે સફળતાની ચાવી પુસ્તક વિમોચન અને વાર્તાલાપ યોજાયો. (સંજય વાઘેલા, અમદાવાદ)
2/ 5


તા. 4-9-2019 ના રોજ સાંજે 5-30 વાગ્યે નરસિંહ ભગત છાત્રાલય ,પાલડી અમદાવાદ ખાતે 44 જેટલા પુસ્તકોના લેખક, ટ્રેનર અને મોટીવેશનલ સ્પીકર ડો.ભાણજીભાઈ સોમૈયા લિખિત પુસ્તક"સકારાત્મક વ્યક્તિત્વ:સફળતાની ચાવી" પુસ્તકનું વિમોચન ડો. ગૌતમ મકવાણા(એમ.ડી.રેડીયોલોજી)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
3/ 5


આ નિમિતે ડો.ભાણજભાઈ સોમૈયાએ સફળતાની ચાવીરૂપ આઠ નિયમો વિવિધ ઉદાહરણો ની મદદથી સમજાવ્યા હતા અને વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસ જગાવ્યો હતો.
4/ 5


આ પ્રસંગે ભીખાભાઇ અમીન (ગાંધીનગર),નિવૃત પ્રિન્સિપાલ બાબુભાઇ ચાવડા, નિવૃત અધિકારી લક્ષમણભાઈ સારેસા તેમજ નાયબ સમાજ કલ્યાણ અધિકારી રાજુભાઇ રાઠોડ ઊપસ્થિત રહ્યા હતા.