

બોલીવૂડ એક્ટર અને ગુરદાસપુરના સાંસદ સની દેઓલે એક મહિલાની મદદે દોડી આવી હાલ તમામની વાહવાઇ મેળવી છે. જલંધરની પાસે ભીખીવિંડમાં રહેતી 45 વર્ષીય વીના બેદીને નોકરીના નામ પર એક પાકિસ્તાની એજન્ટને વેંચવામાં આવી હતી. એજન્ટે નોકરીની વાત કહી મહિલાને ફસાવી હતી. કુવૈતમાં હાઉસ કિંપિંગ અને 30 હજારની માસિક પગારની વાત કહી કુવૈતમાં વીના સાથે મારપીટ અને કોટડીમાં પૂરી રાખવામાં આવી હતી.


પોતાની દિકરી ત્યાં કુવૈતમાં ફસાઇ છે તે વાત જ્યારે વીનાના પરિવારે સની દેઓલને કહી તો સનીએ ડિસ્ટ્રિક લીગલ સર્વિસ એથોરિટી અને કુવૈત અને કેનેડાના બે NGOની મદદ લઇ આ મહિલાના માદરે વતન પાછી લાવવાની કાર્યવાહી શરૂ કરી. અને સની દેઓલની મહેનત પછી 26 જુલાઇએ મહિલા પાછી ઘરે આવી.


સની દેઓલની આ સફળતા પર તેમના પિતા ધર્મેન્દ્ર દેઓલ સૌથી વધુ ખુશ છે. તેમણે આ અંગે એક ટ્વિટ પણ કર્યું. અને પોતાના પુત્રના વખાણ પણ કર્યા.