

બૉલીવુડ ઍક્ટ્રેસ રાખી સાવંત ચર્ચામાં રહેવાની કળાને પૂર્ણ રીતે જાણે છે. તેને જ્યારે પણ કોઇ તક મળે ત્યારે તેને છોડતી નથી. પોતાના ખતરનાક નિવેદનના કારણે ચર્ચામાં રહેનાર રાંખી હાલ યોગ દિવસ પર શેર કરેલા આ ફોટાને કારણે ચર્ચામાં છે.


રેડ બિકિની પહેરીને યોગ કરવા પહોંચેલી રાખી સૌથી અલગ નજર આવી રહી હતી. માત્ર ફોટા જ નહી રાખીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયોઝ પણ શેર કર્યા છે. હવે જ્યા એક બાજુ રાખીના ફૅન્સ ફોટાને પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ અનેક લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે.


ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે શરમ રાખવાનું કહ્યુ તો એક યુઝરે પોર્ન સ્ટાર બનવાની સલાહ આપી દીધી. અન્ય યુઝરે તેમની સ્ટાઇલની મઝાક પણ ઉડાવી દીધી. તેમણે લખ્યું, સ્વિમ સૂટમાં યોગ? આ શું મઝાક છે ..


હવે ટ્રોલર્સ જે પણ કહે છે રાખી તેમની કામગીરીને પૂર્ણ રીતે જાણે છે. આમ તો સેલેબ્સનું સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું કોઈ નવી વાત નથી. બોલિવૂડ સ્ટાર્સ લગભગ વારંવાર આને કારણે ટ્રોલ થતા રહે છે.