આ બોલીવુડ સ્ટાર બાળપણમાં પણ કંઇ કમ ન હતા!
બોલીવુડના બાળ કલાકારોએ પણ લાંબો અંતર કાપ્યું છે. ઘણા બાળ કલાકારો નાનપણથી જ કેમેરાનો સામનો કરતા હતા, જેમાંથી અમુક સ્ટાર બની ગયા છે અને અમુક તો ભૂલાઇ પણ ગયા છે. આમિર ખાને બાળ કલાકારના રૂપમાં પોતાનું ડેબ્યૂ 1973માં ફિલ્મ 'યાદો કી બારાત' થી કર્યું હતુ. ફિલ્મમાં તેમણે તારિકના નાનપણ નો રોલ કર્યો હતો. બાદમાં તેઓએ કેતન મહેતાની ફિલ્મ 'હોલી' માં પણ કામ કર્યું હતુ. મિસ્ટર પરફેક્ટનિસ્ટ ના નામથી જાણીતા આમિરે અહીંયા સુધી પહોંચવા માટે લાંબુ અંતર પાર કર્યું છે.


બોલીવુડના બાળ કલાકારોએ પણ લાંબો અંતર કાપ્યું છે. ઘણા બાળ કલાકારો નાનપણથી જ કેમેરાનો સામનો કરતા હતા, જેમાંથી અમુક સ્ટાર બની ગયા છે અને અમુક તો ભૂલાઇ પણ ગયા છે. આમિર ખાને બાળ કલાકારના રૂપમાં પોતાનું ડેબ્યૂ 1973માં ફિલ્મ યાદો કી બારાત થી કર્યું હતુ. ફિલ્મમાં તેમણે તારિકના નાનપણ નો રોલ કર્યો હતો. બાદમાં તેઓએ કેતન મહેતાની ફિલ્મ હોલી માં પણ કામ કર્યું હતુ. મિસ્ટર પરફેક્ટનિસ્ટ ના નામથી જાણીતા આમિરે અહીંયા સુધી પહોંચવા માટે લાંબુ અંતર પાર કર્યું છે.


જોયા અફરોઝઃ જોયા અફરોઝે બાળ કલાકારના રૂપમાં પોતાનું ડેબ્યૂ 1999માં આવેલી ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' માં નીલમ કોઠારીની દિકરીના રૂપમાં કર્યું હતુ. આગળ વધીને સોંદર્ય કોમ્પિટિશનમથી જોયા ફેમિના મિસ ઇન્ડિયા માં રનરઅપ રહીં હતી.


આલિયા ભટ્ટઃ આલિયા ભટ્ટ 1999માં મહેશ ભટ્ટની ફિલ્મ 'સંઘર્ષ' માં નજર આવી હતી. હાલમાં જ તેણી કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ ઇયર' માં લીડ રોલમાં નજર આવી હતી.


ઋતિક રોશનઃ ઋતિક રોશને તો એક્ટર થવા માટે જ જન્મ લીધો હતો. 1980માં જ તેઓએ કામ શરૂ કરી દિધું હતુ. ફિલ્મ આપ કે દીવાને અને ભગવાન દાદા માં ઋતિકે બાળ કલાકારના રૂપમાં કામ કર્યું હતુ. વર્ષ 2000માં આવેલ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' માં પોતાનું ડેબ્યૂ કરતા જ તે એક મોટા સ્ટાર બની ગયા હતા.


ઈમરાન ખાન: બોલીવુડના અભિનેતા ઈમરાન ખાને વર્ષ 1992માં આવેલ ફિલ્મ 'કયામત સે કયામત તક' માં આમિરના નાનપણ નો રોલ નિભાવ્યો હતો. 16 વર્ષ બાદ ફિલ્મ 'જાને તૂ યા જાને ના' માં પોતાનું ડેબ્યૂ કરતાની સાથે જ તે રાતો રાત સ્ટાર બની ગયા હતા.


સંજય દત્તઃ ખૂબજ ઓછા લોકો જાણે છે કે, સંજય દત્તે વર્ષ 1972માં આવેલ ફિલ્મ 'રેશ્મા ઓર શેરા' માં બાળ કલાકારના રૂપમાં ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં વર્ષ 1981માં આવેલ ફિલ્મ 'રોકી' થી તેઓએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ દાયકા સુધી બોલીવુડમાં સ્થાન બનાવી રાખ્યું છે.


જુગલ હંસરાજઃ વર્ષ 1983માં ફિલ્મ 'માસૂમ' માં બાળ કલાકારના રૂપમાં આવેલ જુગલ હંસરાજની માસૂમિયતે તમામ ના દીલને સ્પર્શ કરી હતી. 1994માં 'આ ગલે લગ જા' ફિલ્મ માં તેઓએ ડેબ્યૂ પણ કર્યુ. એક્ટરના રૂપમાં વધુ કામ ન કરતા હંસરાજ નિર્દેશન કરવા લાગ્યા હતા.


ઉર્મિલા માતોંડકરઃ ફિલ્મ 'માસૂમ' માં જુગલ હંસરાજની સાથે ઉર્મિલા માતોંડકરે પણ પોતાનું ડેબ્યૂ કર્યું હતુ. 90ના દાયકામાં તેણી બોલીવુડમાં સક્રિય થઇ અને 'રંગીલા', 'એક હસીના થી' અને 'કોન' જેવી યાદગાર ફિલ્મો કરી હતી. બાદમાં તેણી ટીવી માં પણ નજર આવી હતી.


સના સઈદઃ બાળ કલાકારોમાં જાણીતી સના સઈદે વર્ષ 1998માં આવેલ કરણ જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' માં કામ કર્યું હતુ. કરણે ફરીથી તેણીને પોતાના કોલેજ ડ્રામા 'સ્ટુડન્ટ ઓફ ધ ઇયર' માં કામ આપ્યું હતુ.


આફતાબ શિવદસાનીઃ આફતાબ શિવદસાવીએ બાળ કલાકારના રૂપમાં ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા', 'ચાલબાજ' અને 'શહેનશાહ' માં કામ કર્યું હતુ. બાદનાં દિવસોમાં અફતાબે 'મસ્ત' અને 'કસૂર' ફિલ્મથી જાણીતા થયા હતા.


કુમાલ ખેમૂઃ બાળ કલાકારના બાદ એક્ટરના રૂપમાં જાણીતા બનેલ કુમાલ ખેમૂએ પણ ઘણી પ્રશંસા મેળવી છે. 'રાજા હિન્દુસ્તાની', 'જખ્મ' અને 'હમ હૈ રાહી પ્યાર કે' જેવી ફિલ્મો માં બાળ કલાકારના રૂપમાં આવેલ ખેમૂએ ફિલ્મ 'કલયુગ' માં પોતાનું ડેબ્યૂ કર્યું હતુ.


આદિત્ય નારાયણઃ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ', 'પરદેશ' અને 'તાલ' જેવી ફિલ્મો માં આદિત્ય નારાયાણ 90ના દાયકામાં દર્શકોમાં ઘણા પ્રખ્યાત થયા હતા. વર્ષ 2009માં 'શાપિત' ફિલ્મમાં તેઓએ પોતાનું ડેબ્યૂ કર્યું હતુ, જે વધુ ચાલી ન હતી.