

વિવાદોની ક્વિન ગણાતી રાખી સાવંત આજકાલ ખૂબ ચર્ચામાં છે. લગ્નના સમાચાર બાદ હવે રાખીની બાથરૂમ તસવીરો સામે આવી છે. રાખીએ તસવીર સાથે જે કેપ્શન લખ્યું છે તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે કોની સાથે હતી.


રાખીએ ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, Having fun with my love, getting crazy. એવામાં લાગી રહ્યું છે કે રાખી સાવંત તેના પતિ રિતેશ વિશે વાત કરી રહી છે. આનો મતલબ એવો પણ થાય છે કે હાલ રાખીનો પતિ ભારત આવ્યો છે. કારણ કે થોડા દિવસ પહેલા રાખીએ જ કહ્યું હતું કે રિતેશ લગ્ન બાદ વિદેશ ચાલ્યો ગયો છે.


હવે રિતેશ પરત ફર્યો છે તો રાખી ખૂબ ખુશ છે. રાખીની જે તસવીરો સામે આવી છે તેમાં તેણી બાથટબમાં ફોમ સાથે અલગ અલગ અંદાજમાં નજરે પડી રહી છે. સોશિયલ મીડિયામાં પણ રાખીની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.


જોકે, રાખીના લગ્ન વિશે હજી પણ અનેક યૂઝરોને વિશ્વાસ નથી થઈ રહ્યો. આબિદ નામના યૂઝરે લખ્યું છે કે, રાખીના કોઈ લગ્ન નથી થયા. તે બધાને મુર્ખ બનાવી રહી છે. પંછી નામના એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું છે કે, ક્યાં છે તારો લવ? ફોટોમાં તો નથી દેખાઈ રહ્યો. શું બાથટબ તારો પ્રેમ છે?