

બોલિવૂડ એક્ટ્રેસ મયૂરી કાંગોએ થોડી જ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પ્રખ્યાત તો થઇ ન હતી પરંતુ તેની ફિલ્મનું એક ગીત ઘર સે નિકલતે હી ઘણું જ ફેમસ થયું હતું. જો તમે તે ગીત જોયું હશે તો તમને મયૂરી ચોક્કસ યાદ હશે. જો કે ફ્લોપ થવાને કારણે મયૂરીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. મયૂરી ફરીથી ચર્ચામાં આવી ગઇ છે કારણ કે તે હાલ ગૂગલ ઇન્ડિયાની હેડ બની ગઇ છે.


મયૂરીએ ઇન્ડસ્ટ્રી છોડ્યા પછી એક અલગ જ જગ્યા બનાવી દીધી છે. મયૂરી જ્યારે 12માં ધોરણમાં હતી ત્યારથી જ તેને ફિલ્મોમાં કામ મળી ગયું હતું.


1995માં આવેલી નસીમ ફિલ્મમાં તેની પહેલી ફિલ્મ હતી. જેમાં મહેશ ભટ્ટને તેનું કામ એટલું ગમી ગયું કે પોતાની ફિલ્મ 'પાપા કહેતે હૈ'માં મયૂરીને એક્ટ્રેસ બનાવી દીધી હતી. જે પછી તે ફિલ્મ 'હોગી પ્યાર કી જીત'થી ઘણી જ લોકપ્રિય થઇ ગઇ.


ફ્લોપ ફિલ્મો પછી તેને ટીવી સીરીયલ્સ પણ કરી છે. જેમકે થોડા ગમ થોડી ખુશી, નરગિશ, ડોલર બહૂ, કિટ્ટી પાર્ટી વગેરે વગેરે. જોકે આ પછી મયૂરીએ આ કરિયર જ છોડી દીધું હતું.


જોકે તે પછી તેણે યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાંથી એમબીએની નોકરી પણ કરી હતી. 2013માં તે ફરીથી ભારત આવી હતી.