1/ 5


જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસીક વિજય મેળવ્યો છે. ભાજપે 59 બેઠકમાંથી 54 બેઠકો જીતી અને કેસરિયો લહેરાવ્યો છે. ભાજપે મહાનગર પાલિકામાં સત્તા મેળવી ત્યાર બાદ પ્રથમ વાર આટલી મોટી જીત મેળવી છે. ભાજપની જીતની ખુશીમાં શહેરમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી.
2/ 5


પરિણામો જાહેર થયા બાદ ભાજપના કાર્યકરોએ જૂનાગઢના પાર્ટી મુખ્યાલયે અબીલ ગુલાલ છાંટીને ઉજવણી કરી હતી
3/ 5


જૂનાગઢના પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે ભાજપ 50 બેઠક જીતશે તેવો પહેલાંથી જ વિશ્વાસ હતો