

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ વર્ષ 2001માં લગ્ન કર્યાં. આ લગ્ન પહેલાં ટ્વિંકલ ખન્નાએ અક્ષયની સામે કેટલીક શરત મુકી હતી જેનો ખુલાસો ખુદ ટ્વિંકલે કર્યો હતો.


ટ્વિંકલ ખન્નાએ વર્ષ 2017માં એક અંગ્રેજી અખબારમાં તેની કોલમમાં આ શરત અંગે ખુલાસો કર્યો હતો. ટ્વિંકલે લખ્યું હતું કે, લગ્ન પહેલાં મે અક્ષયને સ્પષ્ટ કરહ્યું હતું કે, હું તારી સાથે દરેક વસ્તુ શેર કરીશ પણ ટોયલેટ ક્યારેય શેર નહીં કરું.


ટ્વિંકલ તેનાં કોલમમાં લખે છે કે, મે અક્ષયને કહ્યું- ડાર્લિંગ હું તમારાથી દરેક વસ્તુ મારું દિલ, મારી બોડી, મારી લાઇફ શેર કરીશ. અહીં સુધીકે મારું ભોજન પણ હું તારી સાથે શેર કરીશ. પણ ટોયલેટ શેર નહીં કરું.


આમ ન કરવા પાછળ ટ્વિંકલ ખન્ના લખે છે કે, 'થોડા વર્ષો પહેલાં તે વોશરૂમ આગળ લાગેલી લાંબી લાઇનમાં ઉભી હતી. આ સમયે તેણે જોયું કે એક યુવતીએ તેનાં ડ્રેસમાં જ શૌચ કરી દીધુ' આ ઘટના બાદ તે આગળ લખે છે કે, આ ઘટનાથી મને સ્વચ્છ ભારત અભિયાન માટે પ્રેરિત કર્યુ હતું.


અક્ષય કુમાર સાથે લગ્ન પહેલાં ટ્વિંકલ ખન્નાએ ઘણું પેપર વર્ક પણ કર્યું છે. દાખલા તરીકે, ઘણાંને નથી ખબર કે અક્ષયને હા પાડતા પહેલાં ટ્વિંકલ ખન્નાએ બે ચાર્ટ બનાવ્યા હતાં. તેમાંથી એક ચાર્ટ અક્કીનાં હેલ્ધી જીન્સ સાથે જોડાયેલો હતો અને અન્ય ચાર્ટ લગ્નનાં ફાયદા અને નુક્સાન સાથે જોડાયેલો હતો.


મેં કેટલીક યુવતીઓને ભેગી કરી રેડ કલરનાં માર્કરથી ચાર બોર્ડમાં BMC માટે લખ્યુ હતું કે, વધુમાં વધુ કમોડ્સ બનાવો. અમે પ્રિન્સિપલ ઓફિસની સામે નારા પણ લગાવ્યાં હતાં. અમને ડિટેંશનમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.