

સલમાન ખાનનાં લગ્ન એક સૌથી મોટો સવાલ છે. જે તેનાં ચાહનારાઓની સાથે સાથે તેને ટ્રોલ કરનારાનાં મનમાં પણ ફરે છે. પણ સલમાન ભાઇ સંજૂ બાબાને કારણે કુવારો રહી ગયો છે. સલમાન ખાન તેનાં લગ્નનાં સવાલ પર અજબ-ગજબ જવાબ આપીને તેને ટાળતા હોય છે. પણ આ લગ્ન ન કરવા પાછળ મોટું કારણ અને ખુલાસો તે પહેલાં જ કરી ચુક્યો છે.


સલમાન ખાને આ ખુલાસો કપિલ શર્માનાં શોમાં કર્યો હતો. આપને થશે કે આજે આ વાતનો ઉલ્લેખ કેમ થઇ રહ્યો છે. તો આપને જણાવી દઇએ કે એટલે કર્યો કારણ કે આજે સંજય દત્તનો જન્મ દિવસ છે. અને તેમનાં જન્મ દિવસે આ વાત તો જાણવાં જેવી છે કે કેમ સંજય દત્તનાં કારણે સલ્લુ ભાઇ લગ્ન નથી કરી રહ્યો.


સલમાન ખાને કપિલનાં શોમાં વાતો વાતોમાં એક મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો. સલમાને કહ્યું કે, સંજૂ બાબાની હાલત જોયા બાદ તેણે ક્યારેય લગ્ન કરવાનો વિચાર નથી માંડ્યો. સલમાન ખાન કહે છે કે, 'એક વખત સંજૂ મને લગ્નનાં ફાયદા ગણાવતો હતો. તે મને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે મારે લગ્ન કરી લેવા જોઇએ.


ત્યારે વારંવાર તેનાં ફોનની ઘંટડી વાગતી હતી. જ્યારે તું શૂટિંગથી થાકેલો આવિશ ત્યારે તારી પત્ની તારી ઘરે રાહ જોતી હશે તે તારું ધ્યાન રાખશે.. માથુ દબાવી આપશે.. લગ્ન એક શ્રેષ્ઠ કામ છે. પણ આ વાતચીત દરમિયાન સતત તેનો ફોન વાગી રહ્યો હતો. આખરે તેણે મારી વાત વચ્ચે જ રોકીને તેનો ફોન ઉઠાવ્યો હતો.'


આ કહાની કહીને સલમાન ખાન જોર જોરથી હસવાં લાગ્યો હતો. આ વાત કદાચ વાંચવામાં તમને એટલી મજેદાર નહીં લાગે પણ જ્યારે આપ ખુદ સલમાન ખાનનાં મોઢે આ વાત સાંભળશો તો હસી હસીને તમે લોટપોટ થઇ જશો. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ છે.