

બોલિવૂડનાં ખેલાડી અક્ષય કુમારનો આજે 9 સપ્ટેમ્બરનાં તેનો 52મો જન્મ દિવસ છે. 9 સપ્ટેમ્બર 1967નાં રોજ તેનો અમૃતસરમાં જન્મ થયો હતો. તેનું સાચુ નામ હરિઓમ ભાટિયા છે. 1991માં આવેલી ફિલ્મ સૌગંધથી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. અક્ષય બેંકોકમાં વેઇટરનું કામ કરી ચુક્યો છે. હાલમાં અક્ષય દુનિયાનો સૌથી વધુ કમાણી કરનારો ચોથા નંબરનો એક્ટર છે. થોડા સમય પહેલાં ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં તે ચોથા નંબર પર છે.


વેલ આજે અક્ષયનાં જન્મ દિવસ પર તેની લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલ અને કમાણી પર વાત કરીએ. તેની કૂલ કમાણી 69 મિલિયન ડોલર એટલે આશરે 486 કરોડ રૂપિયા છે. તેની નેટ વર્થ 1,028 કરોડ રૂપિયાથી વધુ છે. અક્ષય કુમાર પ્રાઇવેટ જેટમાં ફરે છે અને આલિશાન બંગલો ધરાવે છે. ચાલો તેનાં જીવનની 5 સૌથી મોંઘી વસ્તુઓ પર કરીએ એક નજર.


260 કરોડનું પ્રાઇવેટ જેટ- અક્ષય કુમારે દેશ અને દુનિયામાં સફર કરવા માટે પ્રાઇવેટ જેટ વસાવ્યું છે. બોલિવૂડનાં ગણતરીનાં સ્ટાર્સ પ્રાઇવેટ જેટ ધરાવે છે. તેમાંથી એક અક્ષય કુમાર છે. અક્ષય કુમારનાં આ જેટની કિંમત 260 કરોડ રૂપિયા છે.


80 કરોડનો બંગલો- અક્ષય કુમાર 80 કરોડ રૂપિયાનાં મુંબઇમાં પ્રાઇમ બીચ બંગલામાં રહે છે. આ બંગલો દરિયા કિનારે છે. અને તેનું સંપૂર્ણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અક્ષય કુમારની પત્ની એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાએ ડિઝાઇન કર્યું છે.


3.2 કરોડ રૂપિયાની કાર- ભારતમાં ફક્ત ત્રણ એવાં સ્ટાર્સ છે જે Bentley Continental Flying Spur કારનાં માલિક છે. અક્ષય કુમાર ઉપરાંત અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન આ કારનાં માલિક છે.


3.34 કરોડની કાર- અક્ષય કુમાર રોલ્સ રોયસ ફેન્ટમ કારનો માલિક છે. જેની કિંમત 3.34 કરોડ રૂપિયા છે. આ કાર બોલિવૂડનાં ચાર સ્ટાર્સ પાસે છે. મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર.