

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બર્થ ડે ગર્લ સની લિયોન બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી બિન્દાસ અને ખુબજ ખુબસૂરત સની લિયોન એક સમયે તેનાં દેખાવને જ લઇને ટ્રોલનો શીકાર થઇ છે.


થોડા સમય પહેલાં સનીનાં જીવન પર 'કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન' આવી હતી. આ વેબસીરીઝ દ્વારા સનીનાં જીવન અંગે ઘણું જાણવા મળ્યું. આ કંઇક એવી વાતો હતી જે કોઇ ઇન્ટરવ્યુમાં ન જાણવા મળત. સનીનું નિક નેમ ગુગ્ગુ હતું. પરિવાર આર્થિક રીતે મજબૂત ન તો એટલે સની પેપર વેંચવાનું કામ કરતી હતી.


એક સમયે સ્કૂલમાં પગ પર વેક્સિંગ ન કરવાને કારણે તેનાં મિત્રો વચ્ચે તે મજાકનું કારણ બની હતી. આ સમયે સનીને તેનાં દેખાવને લઇને ઘણું જ શરમ અનુભવવું પડ્યુ હતું.


આજનાં સમયમાં તેનાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ તેનાં ફિગરને લોકો કોપી કરે છે. તેનાં જેવા દેખાવવા લોકો મહેનત કરે છે. પણ એક સમયે સની તેનાં દેખાવને લઇને જ શરમમાં મુકાઇ ગઇ હતી.