

બોલિવૂડનાં હેન્ડસમ અને પોપ્યુલર સાઇડ એક્ટરમાંથી એક દીપક તિજોરીનો આજે 28 ઓગષ્ટનાં જન્મ દિવસ છે. હીરો બનવાની આશાએ બોલિવૂડમાં એન્ટ્રી કરનારો દીપક તિજોરી ઇન્ડસ્ટ્રીનાં ફેવરેઇટ સપોર્ટિંગ એક્ટર્સમાંથી એક છે.


કહેવાય છે કે, દીપકે કામ મામલે ક્યારેય કોઇ પ્રોજેક્ટને ના કહી નથી. તેણે તેનાં કરિઅરની શરૂઆતમાં સાઇડ એક્ટર તરીકે કામ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ 'તેરા નામ મેરા નામ' હતી જે 1988માં આવી હતી. આ ફિલ્મમાં તેનો નાનકડો રોલ હતો. જે બાદ પણ તેને જે રોલ મળ્યો તે અદા કરતો ગયો. આ રીતે તે એક સપોર્ટિંગ એક્ટર તરીકે પહેલી પસંદ બની ગયો છે.


દીપકે રેડિફ સાથે વાતચીતમાં તેનાં સ્ટ્રગલનાં દિવસોની કહાની શેર કરી હતી. તેણે કહ્યું હતું કે, 'આશરે ત્રણ વર્ષ સુધી મે પ્રોડ્યુસર્સ સાથે વત કરવા માટે તેમની ઓફિસનાં આંટા માર્યા હતાં. કલાકો ત્યાં બેસી રહેતો. કેટલાંક નાના રોલ પણ મળ્યાં. પણ કોઇમાં તે દમ ન હતો.' દીપકે જણાવ્યું કે, સ્ટ્રગલનાં દિવસોમાં તેને હોટલમાં મેનેજરની નોકરી પણ કરી. પણ તેણે ક્યારેય મહેનત અને મુશ્કેલી આગળ ઘુંટણ નથી ટેકવ્યાં.


તો એક સપોર્ટિંગ એક્ટર તરીકે પ્રોડ્યુસરનો તે ફેવરેઇટ રહ્યો. તેનાંથી એવું ન સમજતા કે તેને હીરો બનવાની તક નહોતી મળી. વર્ષ 1993માં આવેલી ફિલ્મ 'પહેલા નશા'માં તેને આ તક મળી. આ ફિલ્મમાં આમિર ખાન અને શાહરૂખ ખાન નજર આવ્યા હતાં. દીપકની સામે પૂજા ભટ્ટ અને રવિના ટંડન હતી. સારી એવી સ્ટાર કાસ્ટ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પિટાઇ ગઇ.


હીરો તરીકે ફ્લોપ રહ્યાં બાદ તેણે ડિરેક્શનમાં કદમ મુક્યાં. જોકે અહીં પણ તેનું કંઇ ન ચાલ્યું. વર્ષ 2003માં ડિરેક્ટર તરીકે તેણે નવી પારી રમવાનું વિચાર્યું. 'ઉપ્સ' નામની તેની આ એડલ્ટ ફિલ્મ મેલ સ્ટ્રિપર્સ પર હતી. તેનાં વિવાદિત કન્ટેન્ટને કારણે સેન્સર બોર્ડ તરફથી તેને પાસ થવામાં ઘણી મુશ્કેલી પડી.