Change Language
1/ 4


કિર્તેશ પટેલ, સુરત : ભોપાલથી સુરત આવી રહેલી રાતે 8 વાગ્યાની ફ્લાઇટ સુરત એરપોર્ટનાં રન વે પર ઉતરીને લપસીને બહાર જતી રહી હતી. જેના કારણે 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ બાદ રનવેને બંધ કરી દેવાયો હતો. ત્રણથી વધુ ફ્લાઇટોને ડાયવર્ટ કરાઈ હતી. એરપોર્ટ આસપાસ ભારે વરસાદ પડી રહ્યો હતો. એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયા હતા જેને કારણે ફ્લાઇટના સ્કીડની આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.
2/ 4


આ ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર નથી. પરંતુ અચાનક મુસાફરોને ઝટકો લાગતાં મુસાફરોએ ફ્લાઇટમાં બૂમાબૂમ કરી દીધી હતી.
3/ 4


આ આકસ્મિક ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તરત જ રન વે એક કલાક માટે બંધ કરી દીધો હતો અને બીજી ફલાઈટોને અન્ય શહેરો તરફ વાળી હતી.