

મધ્યપ્રદેશના વિદિશા જીલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 23મેના રોજ જ્યારે બધાની નજર લોકસભા ચૂંટણીના પરિણામ પર હતી. ત્યારે, જીલ્લાના સિરોંઝ શહેરના ટોરી બાગરોદમાં એક દુલ્હન તે પંડિત સાથે ફરાર તઈ, જેણે 15 દિવસ પહેલા જ તેના લગ્નના ફેરા કરાવ્યા હતા. લગ્ન બાદ દુલ્હન પહેલી વખત પિયરમાં આવી હતી અને પથી તે પંડિત સાથે ફરાર થઈ ગઈ જેણે તેના લગ્નના મંત્રોચ્ચાર કર્યા હતા. રિપોર્ટ અનુસાર, સિંરોઝના ટોરી બાગરોદમાં રહેતી 21 વર્ષીય યુવતી ગામમાં જ રહેતા પંડિત સાથે ફરાર થઈ ગઈ છે. દુલ્હનના લગ્ન 7મેના રોજ થયા હતા. તે લગ્ન બાદ પિયર આવી હતી.


જાણકારી અનુસાર, યુવતીના લગ્ન બાસૌદાના આસઠ ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. જાન આવ્યા બાદ આજ ગામના પંડિત વિનોદ મહારાજે બંનેના લગ્નના મંત્રોચ્ચાર કર્યા હતા અને ફેરા ફરાવ્યા હતા. પંડિત વિનોદ ગામના જ મંદિરમાં પૂજા-પાટ કરે છે. લગ્ન બાદ યુવતીની વિદાય થઈ ગઈ અને ત્રણ દિવસ બાદ તે પિયર પાછી આવી હતી.


પંડિતે 23મેના રોજ પણ એક લગ્ન કરાવવાના હતા<br />આ દરમ્યાન 23મેના રોજ ગામમાં એક લગ્ન સમારોહ હતો. લોકો લગ્નના સમારોહમાં વ્યસ્ત હતા. ખાસ વાત એ છે કે, આ પંડિતે અહીં પણ લગ્નમાં ફેરાની વીધિ કરવાની હતી. પરંતુ, લગ્નની વીધિ શરૂ તાય તે પહેલા જ તે ત્યાંથી ગાયબ થઈ ગયા. જ્યારે પંડિત ઘરમાં ન મળતા લોકોએ તેમને શોધવાનું શરૂ કરી દીધુ. આ સમયે કોઈકે જણાવ્યું કે, તે યુવતી પણ ઘરેથી ગાયબ છે.


પહેલાથી છે પરણીત<br />ઘણી શોધખોળ બાદ પણ જ્યારે શુક્રવારે 24મે સુધી બંનેની કોઈ ભાળ ન મળી, તો યુવતીના પરિવારજનો અને ગામના સરપંચ રાજેશ સાહૂ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી. આ બધા વચ્ચે સમાચાર મળ્યા કે, ફરાર થયેલો વિનોદ પહેલાથી પરણિત છે. પરિવારમાં તેની પત્ની સિવાય બે બાળકો પણ છે. ઘટનાના દિવસથી પૂરો પરિવાર ગાયબ છે. ગ્રામજનોનું કહેવું છે કે, વિનોદ અને નવવિવાહિત યુવતી વચ્ચે લગભગ 2 વર્ષથી પ્રેમ-સંબંધ ચાલી રહ્યો હતો.


ગુમ થયાની ફરિયાદ નોંધાઈ<br />ગાયબ નવીનવેલી દુલ્હનના પરિવારજનોએ ફરિયાદમાં વિનોદની પત્નીને પણ આરોપી બનાવી છે. આરોપ છે કે, દુલ્હન પોતાની સાથે સાસરીમાંથી મળેલા દોઢ લાખ રૂપિયાની જ્વેલરી અને 50 હજાર રૂપિયા પણ લઈને ફરાર થઈ છે. સિરોંઝ પોલિસ સ્ટેશન અધિકારી શકુંતલા બામનિયાએ જણાવ્યું કે, યુવતી બાલિગ છે, તેથી ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે.