ભાવનગરના ભાગોળે આવેલ નારી ગામમાં 20 એકર વિસ્તારમાં 100 કરોડના ખર્ચે રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ વિજ્ઞાન કેન્દ્રની પાંચ અદભૂત ગેલેરીઓમાં પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવે છે.
Dhruvik gondaliya, Bhavnagar : ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. ભાવનગરના ભાગોળે આવેલ નારી ગામમાં 20 એકર વિસ્તારમાં 100 કરોડના ખર્ચે રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
2/ 12
આ વિજ્ઞાન કેન્દ્રની પાંચ અદભૂત ગેલેરીઓમાં પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવે છે. આ ગેલેરીઓ વિજ્ઞાન અને ઈજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
3/ 12
પાંચ અલગ- અલગ થીમ આધારિત ગેલેરીમાં મરીન એક્વાટીક ગેલેરી, ઓટોમોબાઇલ ગેલેરી, નોબેલ પ્રાઇઝ ગેલેરી, ઇલેક્ટ્રો મેકેનિક્સ ગેલેરી અને બાયોલોજી સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.
4/ 12
આ ગેલેરીઓ ઉપરાંત આ કેન્દ્ર ખાતે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રસ- ઋચિ કેળવાય તે માટેના પ્રાયોગિક મોડેલ તથા બાળકો જ મશીનને ખોલીને ફરીથી તેને બનાવી શકે તેવાં પ્રાયોગિક મોડેલ પણ મૂકવામાં આવ્યાં છે.
5/ 12
અત્યાર સુધીમાં આશરે 10 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ તથા લોકોએ આ વિજ્ઞાન કેન્દ્ર ની મુલાકાત કરી છે.
6/ 12
સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌ પ્રથમવાર આ કેન્દ્ર ખાતે દરિયાઇ સૃષ્ટીને સમર્પિત મરીન ગેલેરી બનાવવામાં આવી છે. જેમાં જીવંત દરિયાઇ સૃષ્ટીનો અનુભવ મેળવી શકાય છે.
7/ 12
અગાઉના કેન્દ્રોમાં મીઠા પાણીના જળચરોનું નિદર્શન હતું. જ્યારે આ કેન્દ્ર ખાતે અસલ દરિયાઇ પાણી અને આ પાણીના જળચરો રાખવામાં આવ્યાં છે. આ જળચરોને ચેન્નઇથી માંડીને સ્થાનિક કક્ષા એમ વિવિધ જગ્યાઓથી લાવવામાં આવ્યાં છે.
8/ 12
આમાં વિશેષ મહત્વની વાત એ છે કે, આ મરીન ગેલેરીમાં રાખવામાં આવેલ માછલીઓને પણ પાંચથી પંદર દિવસ માટે કોરેન્ટાઇન રાખવામાં આવે છે. જેથી આ જળચરોને કોઇપણ પ્રકારનો રોગ કે ઇન્ફેક્શન હોય તો તે બીજાને ન લાગે એ પ્રકારની સુદ્રઢ વ્યવસ્થાઓ ગોડવવામાં આવી છે.
9/ 12
અહીં વર્કશોપમાં વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલ કોમ્પોનન્ટ સાથે રમત કરીને જાતે કંઇક શીખી શકશે. આ ઉપરાંત ઇનોવેટીવ એક્ટીવીટીઝ પણ કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
10/ 12
ફિઝિયોલોજી અને મેડિસિનમાં સને-1921 થી 2021સુધીના જે વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળેલું છે, તેવાં 224 નોબેલ પુરસ્કાર વિજેતાઓને સમર્પિત ગેલેરી છે. અહીંની નોબેલ પ્રાઈઝ ગેલેરીમાં આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
11/ 12
3 વર્ષ થી નાના બાળકો માટે ટિકિટ દર માંથી મુક્તિ આપવામાં આવી છે. જયારે અન્ય વ્યક્તિ ઓ માટે સોમવાર થી શુક્રવાર સુધી 10 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યા છે,.
12/ 12
શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે 20 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યા છે. સાથે અહીં મોટર સાઇકલ તથા ફોરવીલ ગાડી પાર્કિંગ ની પણ સુવાધા ઓ કરાઈ છે.