જોકે, આ ઘટના પછી તખ્તસિંહજી રાજા સમજી ગયા કે આ કોઈ ચમત્કારી મહાપુરૂષ લાગે છે. ત્યારબાદ તખ્તસિંહજીએ નીચે ઉતરી તુરંત સંતને પૂછ્યું 'મહાત્માજી મારે લાયક કોઈ હુકમ?' આ સમયે સંત તેની ભાષામાં બોલ્યાં કે, 'તખ્તા કરી લાત હાથ પક્તા' 'ફીર આયેગા વક્તા (વક્ત)' બાત મસ્તરામ બક્તા\" તું બારસો પાદરનો ધણી છો. તારી સ્મૃતિ કાયમ રહે માટે તું મંદિર બંધાવ. દવાખાના, ધર્મશાળા, શાળા કોલેજ બંધાવ. આ ધરતીને છોડ્યાં પછી તારું કામ તને કાયમ ચિરંજીવ રાખશે. આ ઘટના બાદ રાજાએ મંદિર બાંધવાનો નિર્ણય કર્યો.
તખ્તેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચતા ભક્તોને 5 પ્રકારના લાભ થાય છે. પૂજારી સુરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તખ્તેશ્વર મહાદેવના દર્શન કરતા પાંચ લાભો થાય છે. જ્યારે અન્ય મંદિરોમાં માત્ર 1 લાભ થતો હોય છે. આ પાંચ લાભોમાં જોઈએ તો, પ્રથમ વૉકિંગ થાય છે, બીજું ભાવનગરની પરિક્રમા થાય છે, ત્રીજું શુદ્ધ હવા મળે છે, ચોથું શિવજીના દર્શન થાય છે અને પાંચમું કે આવનારા ભક્તની અડધી કલાક એટલે કે 30 મિનિટ ક્યાં જતી રહે છે તેને ખૂદને ખ્યાલ રહેતો નથી. રવિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તખતેશ્વર દાદાના દર્શન અમેરિકા, લંડન રહેતા લોકો પણ અચૂક આવે છે. શ્રાવણ માસમાં ભાવી ભક્તોની ભીડ રહે છે અને રૂદ્રાભિષેકથી લઈને અન્ય ધાર્મિક કાર્યો થાય છે.