અનિલ માઢક, મહુવા : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગત રાત્રે એક નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જોકે, આ ખૂની ખેલમાં ચાર શખ્સોએ છરીના ઊપરાછાપરી ઘા મારી એક આશાસ્પદ યુવકની નિર્મમ હત્યા કરી નાંખી છે. બનાવના પગલે માહોલ તંગ બની જતા હૉસ્પિટલ મથકે પોલીસ ધસી આવી હતી પરંતુ યુવકને ક્રૂરતાં પૂર્વક મારવામાં આવ્યો હોવાથી તેનો જીવ બચ્યો નહોતો. સૌથી હચમચાવી નાખતી વાત એ હતી કે સાવ સામાન્ય બાબતમાં ખેલાયેલા ખૂની ખેલમાં મૃતક યુવકનું કાંડું પણ હુમલાવરોએ કાપી નાખ્યું હોવાના અહેવાલો છે. જોકે, યુવકની હત્યા બાદ સામેના પક્ષ પર પણ હુમલો કરવામાં આવતા એક યુવકને જીવલેણ ઇજા પહોંચી હતી
આ મામલે પોલીસે હુમલો કરનારા કિશન પોપટ ભાઈ ભાલિયા, સંદિપ રમેશ બારૈયા, અરવિંદ ધીરૂ ભાલિયા, વિજય ગભા ભાલિયા સામે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે પરંતુ નાનકડાં ગામમાં ખેલાયેલા ખૂની ખેલના કારણે સમગ્ર તાલુકામાં ચકચારર મચી જવા પામી છે. જોકે, પ્રાપ્ત અહેવાલોમાં હુમલો કરનારા શખ્સો પર પણ મૃતકના પક્ષે થયેલા હુમલામાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભાવનગર સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.