અનિલ માઢક, મહુવા : ગીરના સિંહોએ પોતાના વિસ્તારનો જેમ જેમ વ્યાપ વધાર્યો છે તેમ તેમ ખેડૂતો પર હુમલાના બનાવો વધી રહ્યા છે. ભાવનગર જિલ્લો છેલ્લા કેટલાય વર્ષોથી ગીરના સિંહોનું નવું રહેણાંક તરીકે ઊભરી આવ્યો છે પરંતુ તેની સાથે સાથે રાની પશુનાં આતંકની ઘટનાઓ વધી રહી છે. હજુ તો સિંહના હુમલાની એક ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર મહુવા-તળાજા પંથકમાં સિંહે ખેડૂત પર હુમલો કર્યો છે.
સિંહે પાછળથી હુમલો કરી અને હરપાલસિંહના થાપાના ભાગે બટકું ભરી લીધુ હતું.જોકે, સિંહને રાજદિપસિંહ, મહેન્દ્રસિંહ અને સંજયસિંહ તેમજ ભદ્રસિંહે બૂમાબૂમ કરી અને હાકોટા પાડતા સિંહના પંજામાંથી હરપાલસિંહને છોડાવવામાં સફળતા મળી હતી. સિંહના હુમલામાં ઘવાયેલા હરપાલસિંહને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈ આવવામાં આવ્યો હતો. તબીબોએ તેને 10થી વધુ ટાંકા લેતા સારવાર કરી રાહત આપવામાં આવી છે પરંતુ સ્થાનિકોમાં રાની પશુઓના આતંકના કારણે ફફડાટનો માહોલ છે.
ગત 22મી ડિસેમ્બરે જૂનાગઢના ધણફુલીયા ગામે રાત્રીના 9 વાગ્યા આસપાસ બે સિંહો આવી ચડ્યા હતા. જયારે ગોધરાના મોરવા હડફ ગામેથી ખેતીમાં મજૂરી કરવા આવતા પરીવારની બે કિશોરી સિંહનો શીકાર બની હતી. જેમાં બંને કિશોરી શોચક્રિયા માટે વાડીની બહાર નીકળતા સિંહે હુમલો કર્યો હતો. જેમાં ભાવના પારગી (ઉ.17) ઉપર સિંહે હુમલો કરતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.